DAHODGUJARAT

દાહોદ જિલ્લામાં શેરી નાટકો દ્વારા કાનૂની જાગૃતિનું સફળ આયોજન કરવામાં આવ્યું 

તા.૨૪.૦૭.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod::દાહોદ જિલ્લામાં શેરી નાટકો દ્વારા કાનૂની જાગૃતિનું સફળ આયોજન કરવામાં આવ્યું

માનનીય ચેરમેન, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દાહોદના સૂચનો અને માર્ગદર્શન હેતલ તેમજ માનનીય સેક્રેટરી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દાહોદના માર્ગદર્શન હેઠળ, તારીખ ૨૨.૦૭.૨૦૨૫ અને ૨૩.૦૭.૨૦૨૫ ના રોજ દાહોદ જિલ્લાના ફતેપુરા અને ગરબાડા તાલુકામાં બે દિવસીય જન જાગૃતિ કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં શેરી નાટકોના માધ્યમથી કાયદાકીય જાગૃતિ ફેલાવવામાં આવી હતી.આ નાટકોમાં ઘરેલું હિંસા, બાળ લગ્ન, ડાકણ પ્રથા અને અંધવિશ્વાસ જેવા મહત્વના સામાજિક વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી (NALSA) થી લઈને તાલુકા લીગલ સર્વિસ કમિટી (TLSC) દ્વારા કોને મફત કાનૂની સલાહ મળે છે તેની વિસ્તૃત સમજણ પૂરી પાડવામાં આવી હતી.આ નાટકોનું લેખન અને નિર્દેશન  એ. જી. કુરેશી દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ પોતે જિલ્લા બાળ સુરક્ષા એકમમાં લીગલ કમ પ્રોબેશન ઓફિસર તરીકે ફરજ બજાવે છે. આ કાર્યક્રમમાં તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના પેનલ એડવોકેટ એ પણ હાજર આંગણવાડી કાર્યકર બહેનોને વિષયને અનુરૂપ કાયદાકીય બાબતો વિશે માહિતગાર કર્યા હતા. કાર્યક્રમ માં મફત કાનૂની સહાય મેળવવા હેલ્પલાઇન નંબર ૧૫૧૦૦ અંગે વિશેષ સમજ આપવામાં આવેલ.આ જાગૃતિ શિબિર દ્વારા દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કાયદાકીય માહિતી પહોંચાડવામાં અને સામાજિક કુરીતિઓ સામે લડવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે

Back to top button
error: Content is protected !!