સોશ્યલ મીડીયાના માધ્યમથી સરકાર ચલણ મોકલે જ નહી

*વાહનચાલકોને તેમના વાહનને લગતા ચલણ વોટ્સએપ સહિતના સોશિયલ મીડિયા દ્વારા ક્યારેય મોકલવામાં આવતા નથી*
*વોટ્સએપના માધ્યમથી મળતા નકલી ઈ-ચલણ કે APK ફાઈલ ન ખોલવા જામનગર RTOની નાગરિકોને અપીલ*
જામનગર (ભરત ભોગાયતા)
જામનગર જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી એ નાગરિકોને વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા દ્વારા મળતા RTO ઈ-ચલણ અથવા અજાણી APK ફાઈલો ખોલવા સામે સાવચેત રહેવા અપીલ કરી છે. આર.ટી.ઓ. શ્રી ઉપાધ્યાય દ્વારા જણાવવામાં આવ્યું છે કે વાહનચાલકોને તેમના વાહનને લગતા ચલણ સોશિયલ મીડિયા જેમ કે વોટ્સએપ દ્વારા ક્યારેય મોકલવામાં આવતા નથી. જો તમને આવા કોઈ મેસેજ મળે, તો તે સંપૂર્ણપણે ફેક છે અને તેનો RTO સાથે કોઈ સંબંધ હોતો નથી.
આવી નકલી સાઇટ-લિંક ખોલવાથી ભારે આર્થિક નુકસાન થઈ શકે છે, કારણ કે તેને ખોલતાની સાથે જ તમારા બેન્ક ખાતામાંથી બધા જ રૂપિયા ઉપડી જવાની શક્યતા રહે છે. તેથી, સોશિયલ મીડિયાના માધ્યમથી આવતી કોઈપણ RTO કે E-Challan ને લગતી APK કે Unknown File ક્યારેય ખોલવી નહીં. RTO કચેરી દ્વારા આવા કોઈ પણ પ્રકારના ચલણ સોશિયલ મીડિયાના માધ્યમથી મોકલવામાં આવતા નથી. જામનગર જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા નાગરિકોને આવા સાયબર ફ્રોડથી બચવા માટે જાગૃત અને સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે જામનગરના રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફીસર કે.કે.ઉપાધ્યાય દ્વારા અને તેમના માર્ગદર્શન હેઠળ ટીમ આર.ટી.ઓ. દ્વારા વાહન ચાલકોની સુગમતા અને જાણકારીઓ માટે વિગતો જાહેર કરાતી રહે છે તેમજ ખાસ ઝુંબેશ પણ યોજાતી રહે છે જે વાહનચાલકો સહિત લોકોને ખૂબ ઉપયોગી બને છે, ડ્રાયવીંગ લાયસન્સની પ્રક્રિયા, પહેલા લર્નીંગ લાયસન્સ ની પ્રક્રિયા,વાહન નોંધણી,વાહન વીમાં,ટેક્સી પાસીંગ,હેવિ વાહન લગત વિશેષ પ્રક્રિયા,વાહન ચાલક જાગૃતિ અભિયાન સહિત અનેકવિધ કામગીરી આ કચેરી દ્વારા અવિરત હાથ ધરાય છે અને કામગીરીઓના ધમધમાટ હોય છે મોટે ભાગે પ્રશાસનના જે તે વિભાગની સફળતા કુશળ સુકાની ઉપર નિર્ભર છે ત્યારે જામનગર આરટીઓ કચેરીમાં તે જોવા મળે છે
000000000000000000
regards
bharat g.bhogayata
Journalist (gov.accredate)
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)





