
રાજપીપળા શ્રી એમ આર વિધાલય ખાતે જિલ્લા કક્ષાના કારકિર્દી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરાયું
રાજપીપળા : જુનેદ ખત્રી
રાજપીપળા શ્રી એમ આર વિધાલય ખાતે જિલ્લા કક્ષાના કારકિર્દી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરાયું હતું જેમાં ૧૨૦૦ થી વધુ વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમમાં નર્મદા રોજગાર કચેરીમાંથી અધિકારી ઉપરાંત બાળકોને ઉજવળ કારકિર્દી બનાવવા પ્રેરણા આપતા વક્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
વિધાર્થીઓને ધોરણ ૧૦ અને ૧૨ પછી કઈ દિશામાં કારકિર્દી બનાવવી શકાય તે માટે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું




