ચોરવાડ શહેરમાં શાંતિકુંજ હરિદ્વાર દ્વારા શક્તિ કળશ રથયાત્રા ચોરવાડ મુકામે શ્રી ગાયત્રી પરિવાર તેમજ માં ગૌસેવા હોસ્પિટલ કુકસવાડા દ્વારા આવકારી અને ધન્યતાનો અનુભવ કર્યો
ચોરવાડ શહેરમાં શાંતિકુંજ હરિદ્વાર દ્વારા શક્તિ કળશ રથયાત્રા ચોરવાડ મુકામે શ્રી ગાયત્રી પરિવાર તેમજ માં ગૌસેવા હોસ્પિટલ કુકસવાડા દ્વારા આવકારી અને ધન્યતાનો અનુભવ કર્યો

ચોરવાડ શહેરમાં શાંતિકુંજ હરિદ્વાર દ્વારા શક્તિ કળશ રથયાત્રા ચોરવાડ મુકામે શ્રી ગાયત્રી પરિવાર તેમજ માં ગૌસેવા હોસ્પિટલ કુકસવાડા દ્વારા આવકારી અને ધન્યતા નો અનુભવ કર્યો.આ શક્તિ કળશ ને આવકારવા પૂર્વ નોડલ પ્રેરક જ્યોતિ કુમાર મહેતા તેમજ નયનાબેન ગોંડલીયા અને છાયાબેન મહેતા દ્વારા પહેલા સ્વાગત કરવામાં આવેલું પુષ્પથી પછી તેમની આરતી ઉતારી અને આશીર્વાદ પ્રાપ્ત કરેલા.આ શક્તિ કળશ નો લાભ સૌ પ્રથમ જીવનલાલ મોતીચંદ વિનય મંદિર શાળાના શાળાના સ્ટાફ તેમજ બાળકોએ પૂજન તેમજ આરતી કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે આચાર્યશ્રી ડાભી સાહેબ તેમજ તમામ સ્ટાફ મિત્રોએ ખૂબ જ સરસ સરસ સહકાર આપેલો તેમજ શક્તિ કળશ વિશે ચંદુભાઈ પટેલ, રમેશભાઈ અમદાવાદ ગાયત્રી શક્તિપીઠ તેમજ ગાયત્રી શક્તિપીઠ જુનાગઢ થી પધારેલા મોહનભાઈ, ભારતીબેન, દક્ષાબેન, શાંતાબેન ચાવડા આ પ્રસંગે હાજરી આપી અને શોભા વધારિ આ શક્તિ કળશનો લાભ અંબાણી ગર્લ્સ હાઇસ્કુલ. દર્શનનો લાભ લીધો હતો આ સ્કૂલમાં 450 બાળા હાજર રહેલી તેમના આચાર્ય મનીષાબેન તેમજ સંચાલક જેન્તીભાઈ ડાભી હાજર રહેલા કુમાર શાળાએ નગરપાલિકાના ઉપર પ્રમુખ શ્રી દિલીપભાઈ શાહ ઉપસ્થિત રહી શકતી કળશનું પૂજન કરી સંસ્કૃતિ ને પૂજા કરેલી આ પ્રસંગે મા ગૌસેવા હોસ્પિટલ કુકસવાડા ના ભાવ છે ભાવેશભાઈ વાઢેર તેમજ ગૌ સેવક નયનભાઈ ઠક્કર તેમજ ગાયત્રી પરિવાર ચોરવાડ ના સમગ્ર ચોરવાડમાં આ શક્તિ રથનો પ્રસાર પ્રચાર કરેલો કન્યા શાળા ના આચાર્ય શ્રી બાબુભાઈ વાઢેર તેમજ તેમના સ્ટાફ મિત્રોએ ખૂબ જ સરસ વિદ્યાર્થીની બહેનો દ્વારા સ્વાગત તેમજ આરતી કરાવેલી લગભગ 550 દીકરીઓ દ્વારા આ શક્તિ રથનો લાભ લીધો
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





