BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
BREAKING NEWS: ભરૂચ: SP મયુર ચાવડા દ્વારા 19 PI અને 6 PSIની આંતરીક બદલી, પ્રમોશન મેળવેલ PIને પોસ્ટિંગ મળ્યું


સમીર પટેલ, ભરૂચ
પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. જેમાં એસપી દ્વારા 19 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરવામાં આવી
ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. જેમાં એસપી દ્વારા 19 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરવામાં આવી છે. તો આ તરફ 6 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પણ આંતરિક બદલી કરાવી છે.
તાજેતરમાં જ પ્રમોશન મેળવી પોલીસ ઇન્સ્પેક્ટર બનેલા અધિકારીઓને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. ઝઘડિયા, હાસોટ, અંકલેશ્વર રૂરલ અને નબીપુર સહિતના પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે.વહીવટી કારણોસર જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે.



