DEVBHOOMI DWARKADWARKA
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રોડ મરામત કામગીરી પુરજોશમા
સ્ટેટ હાઈવે થી કલ્યાણપુર એપ્રોચ રોડનું સમારકામ કરાયું

માહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસાનાં પગલે નુકસાન પામેલ રસ્તાઓનો સર્વે કરીને તેને રીપેર કરવાનું કામ રાજ્યના મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત પ્રગતિમાં છે.
જિલ્લામાં વિવિધ સ્થળોએ નુકસાન પામેલ રસ્તાઓ ઝડપથી રીપેર કરવામાં આવી રહ્યાં છે. આ અનુસંધાને ડામર પેચવર્ક દ્વારા સ્ટેટ હાઈવે થી કલ્યાણપુર એપ્રોચ રોડનું સમારકામ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા કરવામાં આવ્યું હતું.




