
તા.૨૫.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના નસીરપુર પ્રાથમિક શાળા ખાતે બાળકો ને આરોગ્ય શિક્ષણ આપ્યુ
દાહોદ તાલુકાના નસીરપુર ગામ ખાતે માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ નસીરપુર પ્રાથમિક શાળામાં વિધાર્થીઓ ને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું જેમાં વાહકજન્ય રોગ વિશે માહિતી આપવામાં આવી જેમા વરસાદી ઋતુમાં મેલેરીયા માદા એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે મચ્છર ઉત્પતિ અટકાવો અને મેલેરીયા થી બચો ઘરની આજુ બાજુ પાણી નો ભરાવો થવા દેશો નહીં અને ભરેલા પાણી ને વહેવડાવી દો પાણી ના નાના નાનાં ખાબોચિયા પૂરી દેવા કાયમી ભરાઈ રહેલા પાણી માં પોરાભક્ષક માછલી અવશ્ય મૂકવી ઘરની આજુ બાજુ પાણી ભરાઈ રહેલા નકામા પાત્રો નો યોગ્ય નિકાલ કરવો મેલેરીયા ના લક્ષણો ધ્રુજારી સાથે સખત તાવ અને ઠંડી લાગે માથું દુઃખવું, શરીર દુઃખવું, કળતર થાય ઊબકા અને ઉલટી થાય તાવ ઉતરે ત્યારે ખૂબ પરસેવો વળે મેલેરીયા થી બચવાનો એક જ ઉપાય વહેલું નિદાન અને સંપૂર્ણ સારવાર તાવ હોય તો નજીકના આરોગ્ય કેન્દ્ર/આરોગ્ય કાર્યકર પાસે લોહીની તપાસ મફત કરાવો અને મેલેરીયા હોય તો સંપૂર્ણ સારવાર મફત મેળવો રાત્રે સૂતી વખતે મચ્છરદાની નો ઉપયોગ કરવો મચ્છર ભગાડવાની અગરબતી અને લીમડાના પાન નો ધુમાડો કરવો સવાર અને સાંજે ઘરના બારી અને બારણા બંધ રાખવા આખું શરીર ઢંકાય તેવા કપડા પહેરવા
ડેન્ગ્યુ વિશે જુલાઈ મહિનો ડેન્ગ્યુ વિરોધી માસ ઍડીસ-ઈજિપ્તિ પ્રકારના ચેપી માદા મચ્છરદિવસે કરડતાં ડેન્ગ્યુ રોગ ફેલાય છે આ મચ્છર એક ચમચી જેટલાં સંગ્રહ થયેલ સ્વચ્છ પાણીમાં પણ ઈંડા મૂકી શકે છે ઘર, કાર્યસ્થળ તેમજ આસપાસ, ધાબા પર સંગ્રહિત કરેલ ચોખ્ખા અને બંધિયાર પાણીમાં ડેન્ગ્યુના મચ્છર પેદા થાય છે ડેન્ગ્યુ ના લક્ષણો અચાનક ખૂબ તાવ આવે, ૩ થી ૭ દિવસ સુધી તાવ રહે આંખના ડોળાની પાછળ દુ:ખાવો થાય, તેમજ કપાળમાં સતત દુઃખાવો થાય તાવ સાથે ઊલટી અને ઉબકા થાય, ભૂખ ના લાગે સાંધા તેમજ સ્નાયુઓમાં દુ:ખાવો થાય ક્યારેક હાથ અને ચહેરા પર ઓરી જેવા દાણા દેખાય આ લક્ષણ જોવા મળતા નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો સાવચેતી જ સમજદારી જેવા બાબતો વિધાર્થીઓ ને સમજ આપવામાં આવી સાથે સાથે હંમેશા જમતા પહેલા વારંવાર સાબુ થી હાથ અવશ્ય ધોવા પાણી ને ઉકાળી ને પીવુ ક્લોરિન યુક્ત પાણી પીવુ સ્વચ્છ અને સ્વાસ્થવર્ધક ખોરાક લેવો આરોગ્ય ના અન્ય રોગ જેવા કે ટીબી સીકલસેલ જેવી બીમારી વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા.આ કાર્યક્રમ માં નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સુપરવાઈઝર રમેશ કઠોતા અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર શાળા ના શિક્ષક ગણ અને વિધાર્થીઓ હાજર રહ્યા હતા




