શાળાકીય રમતોત્સવ અંતર્ગત દરેક તાલુકા અને જૂનાગઢ મહાનગરપાલિકાના તમામ ઝોનના ૧૭ સ્થળોએ કબડ્ડી અને ખો-ખો સ્પર્ધા યોજાઈ
કબડ્ડી અને ખો-ખો સ્પર્ધામાં કુલ ૯૬૦૦ જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

કબડ્ડી અને ખો-ખો સ્પર્ધામાં કુલ ૯૬૦૦ જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગુજરાત સરકારના રમત-ગમત વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢના માધ્યમથી શાળાકીય રમતોત્સવ (SGFI) ૨૦૨૫-૨૬નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાના દરેક તાલુકા અને જૂનાગઢ મહાનગરપાલિકાના તમામ ઝોનના કુલ અલગ-અલગ ૧૭ સ્થળોએ અનુક્રમે ઝોન-તાલુકાકક્ષા કબડ્ડી અને ખો-ખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું.







