જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ગુજરાત ગાર્ડીયન કુ નાં. CSR પ્રોગ્રામ હેઠળ તાલિમ પામેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં સ્કિલ ડેવલોપમેન્ટ ક્ષેત્રે કાર્યરત જાણીતી NGO જન શિક્ષણ સંસ્થાન દ્વારા વાલીયા તાલુકાના કોંઢ ગામ ખાતે ગુજરાત ગાર્ડીયન કંપનીના સહયોગથી બ્યુટી કેર આસીસટન્ટ તથા આસીસટન્ટ ડ્રેસ મેકર તાલીમ કાર્યક્રમ સંતોષકારક રીતે પૂર્ણ કરનાર તાલિમાર્થી બહેનોને ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા ઈસ્યુ થયેલ પ્રમાણપત્રોનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. પ્રાસંગીક પ્રવચન કરતા ગુજરાત ગાર્ડીયનના નાઝનીનબેન શેખ દ્વારા બહેનોને આત્મનિર્ભર બનવા તેમજ સ્વરોજગારી પ્રાપ્ત કરવા સુચનો કર્યા હતા. જે.એસ.એસના નિયામકશ્રી ઝ્યનુલ સૈયદ દ્વારા તાલીમાર્થી બહેનોને આ તાલીમની અગત્યતા અને એના ફાયદાઓ વિશે માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું, તેમજ વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારત મિશનને આગળ ધપાવવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં પ્રમુખ સ્થાનેથી ગાર્ડીયન કંપનીના શ્રી યતીનભાઈ છાયા સાહેબ દ્વારા બહેનોને આ સ્કિલ ટ્રેનીંગ પ્રાપ્ત કર્યા પછી સ્વરોજગારી માટે આગળ વધવા તેમજ પોતાના ઘરે નાનો રોજગાર શરૂ કરી તેની માહિતી સોશીયલ મીડીયામાં શેર કરવા સુચન કર્યુ હતું. કાર્યક્રમમાં ઉપસ્થીત ગ્રામ પંચાયતના ચુંટાયેલા સભ્ય શ્રીમતી અનીષાબેન ઉઘરાદાર દ્વારા આ ગામમાં બહેનોને મહત્વપૂર્ણ સ્કીલ તાલીમ પુરી પાડવા બદલ જે.એસ.એસ તથા ગાર્ડીયન કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો અને બહેનોને પ્રોત્સાહક કીટ મળે તે માટે ભલામણ કરી હતી. અન્ય સભ્યોમાં શ્રી પરાગભાઈ શાહ તથા કુ.યુકતીબેન ખાસ ઉપસ્થીત રહ્યા હતા. જે.એસ.એસ ટીમ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરાયો હતો.




