BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
મુદ્દામાલ સાથે 12 ઝબ્બે:પોલીસે ખેડૂત બની ટ્રેકટરમાં જઇ જુગારના અડ્ડા પર દરોડો પાડયો
સમીર પટેલ, ભરૂચ
આમોદ તાલુકાના આછોદ ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે આમોદ પોલીસ ઈન્સ્પેકટર ને મળતા આમોદ પોલીસે ખેડુત બની ટ્રેક્ટર સાથે ખેતરમાં જઈને તપાસ કરી હતી.
જેમાં આછોદ ગામની સીમમા ઘોર તલાવડી વાળા વિસ્તારમાં માઇનોર કેનાલ પાસે આવેલ ઇબ્રાહીમ શબ્બીર ચાસ રહે આછોદ આમોદના માલીકીના આંબા વાળા ખેતરમાં રેડ કરી હતી. ત્યારે પોલીસે પત્તા-પાના વડે પૈસાથી પોતાના અંગત ફાયદા માટે હારજીતનો જુગાર રમતા 12 જુગારીઓને પકડી પાડી તેમની તપાસ કરતાં રોકડા રૂપિયા 40800 અને દાવ ઉપરના રોકડ રૂપિયા 17240 સહિત મોબાઇલ નંગ 11 જેની કિમમત રૂપિયા 91 હજાર અને બે બાઇક મળી પોલીશે કુલ 2.49 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.