
તા.૨૬.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના મુવાલીયા ક્રોસિંગ નજીક બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં ૨ લોકોના મોત અને ૨ ગંભીર
દાહોદ શહેર નજીક મુવાલિયા ક્રોસિંગ પાસે રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવતી કારના ચાલકે મોટરસાઈકલને પાછળથી જાેશભેર ટક્કર મારતાં મોટરસાઈકલના ચાલકનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું જ્યારે મોટરસાઈકલના ચાલકના બે બાળકોને ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન એક બાળકનું પણ મોત નીપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.
દાહોદ તાલુકામાંથી પસાર થતાં મુવાલીયા ક્રોસિંગ પર ગતરોજ રાત્રીના સમયે મધ્યપ્રદેશ તરફથી એક ફોર વ્હીલર ગાડીના ચાલકે ફોર વ્હીલર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતો હતો. તે સમયે ત્યાંથી એક મોટરસાઈકલ પર પોતાના બે સંતોને લઈ પસાર થઈ રહેલા ગરબાડાના માતવા ગામના વર્ષીય છગનભાઈ સેવાભાઈ બામણીયાની મોટરસાઈકલને પાછળથી જાેશભેર ટક્કર મારતાં અને ટક્કર એટલે જાેશભેર હતી કે, મોટરસાઈકલ નજીકના ઝાંડી ઝાંખરાઓમાં ઘુસી ગઈ હતી જેને પગલે ૫૦ વર્ષિય છગનભાઈનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું તેમની સાથે તેમની ૨૮ વર્ષિય પરણિત દિકરી રાધિકાબેન અરવિંદભાઈ નળવાયા અને રાધિકાબેનના બે માસુમ બાળકો જેમાં પાંચ વર્ષિય હિરેનભાઈ અરવિંદભાઈ નળવાયા અને ૮ વર્ષિય માધવીબેન અરવિંદભાઈ નળવાયાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તમામ ઈજાગ્રસ્તોને દાહોદની ઝાડયજસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન પાંચ વર્ષિય હિરેનભાઈનું પણ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. આ અંગેની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા મારફતે ઘટના સ્થળે દોડી ગઈ હતી. ગંભીર ઈજાગ્રસ્ત છગનભાઈના બંન્ને સંતાનોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં ત્યારે છગનભાઈના મોતને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ફોર વ્હીલર ગાડીનો ચાલક અકસ્માત સર્જ્યો બાદ કાર મૂકી ફરાર થઈ ગયો હતો. વધુમાં જાણવા મળ્યાં અનુસાર, ફોર વ્હીલર ગાડીમાં ચાર જેટલા યુવકો સવાર હતાં. પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા. પોલીસે કાર અને બાઇકના નંબરના આધારે તપાસ આગળ વધારી છે. ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે. લોકો રસ્તા પરની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે




