AHAVADANGGUJARAT

સાપુતારા ખાતે જિલ્લા પ્રભારી અને રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે ‘સરસ’ મેળાને ખૂલ્લો મૂકાયો

વાત્સલ્યમ સમાચાર
   મદન વૈષ્ણવ

તા.૧૭ ઓગસ્ટ સુધી રોજ ‘સરસ’ મેળામાં રાજ્યના ૧૪ જિલ્લાના ૫૦ સ્વ-સહાય જુથની બહેનો દ્વારા કલાત્મક ચીજવસ્તુઓનું વેચાણ કરાશે

ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે પ્રવાસન અને સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી સાપુતારા ‘મેઘ મલ્હાર પર્વ ૨૦૨૫’નો ઉદ્દઘાટન સમારંભની સાથે સરસ મેળાને પણ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી., ગ્રામ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત આ ‘સરસ મેળા’નું ઉદ્દઘાટન વિસામો સર્કલ ખાતેના ગ્રાઉન્ડમાં રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરા તેમજ અન્ય મહાનુભાવોની હાજરીમાં આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી તથા ડાંગના પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના વરદ્હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી કલાત્મક વિવિધ વસ્તુઓના વેચાણ દ્વારા સ્વસહાય જૂથો(સખી મંડળો)ને બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમને સ્વનિર્ભર અને સશક્તિકરણ કરવાના શુભ આશયથી પ્રદર્શન-સહ વેચાણ થાય તે હેતુથી આયોજિત આ ‘સરસ મેળો’ તા.૧૭મી ઓગસ્ટ સુધી ખૂલ્લો રહેશે. જેમાં વિવિધ પ્રકારના પ્રદર્શન કેન્દ્રોની સાથે રાજ્યના ૧૪ જિલ્લાના ૫૦ સ્વ-સહાય જુથની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓ, કલાત્મક કારીગરીયુક્ત વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.  સરસ મેળામાં મુખ્યત્વે સ્થાનિક સ્વસહાય જૂથો દ્વારા દેશી મટિરિયલનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલી ચીજવસ્તુઓ ઉપલબ્ધ રહેશે. આ મેળામાં ગ્રામ્ય વિસ્તારના કલાકારોની કલાત્મક ચીજો, રોજગાર સૃજનમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર વિવિધ મેળાઓમાં જરૂરી સુવિધાઓ, સહાય ઉપલબ્ધ કરાવી સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપે છે. જ્યાં રાજ્યના વિવિધ ૧૪ જિલ્લાના ૫૦ સ્વ-સહાય જૂથોની બહેનો દ્વારા પોતાની હસ્તકળાની વિસ્તુઓ વેચાણ હેઠળ મૂકવામાં આવી છે.

આ મેળા દરમિયાન વિધાનસભાના નાયબ દંડક-વ-ડાંગનાં ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, પ્રવાસન સચિવ શ્રી રાજેન્દ્ર કુમાર, કમિશનર ઓફ ટુરિઝમ અને મેનેજીંગ ડિરેકટર શ્રી પ્રભાવ જોશી, કલેકટર સુશ્રી શાલિની દુહાન સહીત સખી મંડળની બહેનો, વિક્રેતાઓ અને પ્રવાસીઓ ઉપસ્થિતિ નોંધાવી હતી.

Back to top button
error: Content is protected !!