BANASKANTHAPALANPUR
જીલ્લા કક્ષાએ જુડો સ્પર્ધામાં આદર્શ વિદ્યાલય ઝળકી

27 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જીલ્લા કક્ષાએ જુડો સ્પર્ધામાં આદર્શ વિદ્યાલય ઝળકી.આદર્શ વિદ્યાલય, વિસનગરના ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતો ધો–૭અ નો વિદ્યાર્થી પ્રજાપતિ કુંજ મેહુલકુમાર એ યોજાયેલ જીલ્લા કક્ષાની જુડો સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે. જે બદલ આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી એ પ્રોત્સાહન ઈનામ આપી કુંજની સિધ્ધિને બિરદાવી હતી. તથા રાજ્ય કક્ષાએ પણ ઉત્તમ સિધ્ધિ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ સાથે શ્રીઅખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા હોદ્દેદારશ્રીઓએ પણ અભિનંદન પાઠવ્યા હતા.




