
તસ્વીર:કુંજન પાટણવાડીયા
પ્રતિનિધિ:ખંભાત
ખંભાત સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ પી.ડી.રાઠોડ વતી એક વચેટિયાને લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (એસીબી) એ રૂ. 3 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો. આ લાંચ ગૌમાંસના ગુનામાં આરોપીને બચાવવા માટે માંગવામાં આવી હતી. શરૂઆતમાં રૂ. 5 લાખની માંગણી કરવામાં આવી હતી, જે બાદ ઘટાડીને રૂ. 3 લાખ કરવામાં આવી હતી.
એસીબી એ ગુપ્ત માહિતીના આધારે ટ્રેપ ગોઠવી હતી, જેમાં વચેટિયો ઝડપાયો. જોકે, ટ્રેપની જાણ થતાં પીએસઆઈ પી.ડી. રાઠોડ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. એસીબીએ આ મામલે તપાસ શરૂ કરી છે અને ફરાર પીએસઆઈની શોધખોળ ચાલુ છે.
આ ઘટનાએ પોલીસ વિભાગની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે. એસીબી અધિકારીઓએ જણાવ્યું કે આવા કેસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, જેથી ભ્રષ્ટાચારને રોકી શકાય.હાલ એસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93




