GUJARATHALOLPANCHMAHAL

હાલોલના સતી તલાવડી પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર ધામ પર હાલોલ ટાઉન પોલીસના દરોડા,6 ખેલીઓ ઝડપાયા

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૭.૭.૨૦૨૫

હાલોલ ટાઉન પોલીસે હાલોલ સતી તલાવડીખાતેથી પાણા પત્તાનો જુગાર રમતા છ જુગારીઓને ઝડપી પાડી આરોપીઓ સામે જુગારધારા નો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃતિઓ નેસ્ટ નાબૂદ કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને હાલોલ DYSP વી.જે.રાઠોડ તેમજ હાલોલ ટાઉન પીઆઈ આર.એ.જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ વિસ્તારમાં દારૂ જુગાર ની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ તપાસ ગોઠવી પકડી પાડવા સૂચના અને જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે આધારે ટાઉન પોલીસ મથકના પીએસઆઇ જે. બી.ઝાલા નાઓને અંગત બાતમી દાર પાસેથી બાતમી મળી હતી કે હાલોલનાં સતી તલાવડી ખાતે સ્ટ્રીટ લાઈટના અજવાળે કેટલાક ઇસમો પાણા પત્તાનો પૈસાની હાર જીતનો જુગાર રમતા હોવાની પાક્કી બાતમી મળતા પોલીસ ટીમ બાતમી વાળી જગ્યા ઉપર છાપો મારતા કેટલા ઇસમો ટોળું વળી પૈસાની હારજીત નો પાના પત્તાનો જુગાર રમતા હતા. પોલીસે રેડ કરતા જુગારીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી. પોલીસે ઘેરો કરતા જુગાર રમતા છ જુગારીઓ જેમાં નરેશસિંહ સબૂરસિંહ ઝાલા, શૈલેષકુમાર ભૂપતસિંહ પરમાર,સાગરકુમાર નારણભાઈ બારોટ,રામાભાઇ પુનમભાઈ ચારણ,અનિલભાઈ શનાભાઈ તડવી,અજીતકુમાર કમલેશકુમાર વસાવા નાઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા તેઓની અંગ જડતી કરતા અને દાવ ઉપર લગાવેલા રૂ.12,060/- મળી આવ્યા હતા. પોલીસે 6 આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!