GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત મેઘોત્સવમાં તમામ ઉમર લોકો ઉત્સાહભેર ભાગ લઈ આનંદ માણ્યો…

વાત્સલ્યમ સમાચાર
   મદન વૈષ્ણવ

મોન્સુન મેઘોત્સવમાં સિનિયર સિટીઝન સહિત તમામ ઉમરના ભાઇઓ અને બહેનો હર્ષોઉલાશે જોડાઈ આનંદ લૂંટવાનો લ્હાવો લીધો હતો….

નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત મેઘોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામ ઉંમરના લોકોએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લઈ યુવાઓથી માંડીને સિનિયર સિટીઝન સુધીના સૌ કોઈએ આ કાર્યક્રમનો ભરપૂર આનંદ માણ્યો હતો. જ્યારે સિનિયર સિટીઝન લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્થળ પર વડીલોમાં જાણે બાળપણ પાછું ફરી વળ્યું હોય તેવો જોશ,ઉત્સાહ,આનંદ અને ચેહરા ઉપર બાળપણનું સ્મિત છલકાયું હતું…

આ મેઘોત્સવમાં અનેક પ્રકાર પ્રવૃતિઓ યોજાઈ હતી.જેમાં યોગા, ઝુમ્બા, ટ્રાફિક અવેરનેસ,વ્યસનમુક્તિ, પર્યાવરણ પ્રવૃત્તિઓ, લાફ્ટર ક્લબ, સાયકલિંગ અને ફિટનેસ ચેલેન્જો જેવી વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સૌનું ધ્યાન ખેંચનારી સ્ટ્રીટ ગેમ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી.આજકાલના ડિજિટલ યુગમાં બાળકો મોબાઈલમાં સમય બગાડીને માનસિક સ્વાસ્થ્ય બગાડે છે, ત્યારે આ મેઘોત્સવમાં બાળપણની રમતો જેવી કે સાત ટીકરી, ભમરડા બાજી વગેરેનો સમાવેશ કરીને તેમને એક નવીન તાજગીનો અનુભવ કરાવવામાં આવ્યો. બાળકોએ આ રમતોને ખૂબ જ ઉત્સાહપૂર્વક રમી અને ડિજિટલ દુનિયાથી દૂર રહીને શારીરિક પ્રવૃત્તિઓનો આનંદ માણ્યો હતો.

નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા કાર્યક્રમમાં સહભાગી થયેલ તમામ NGO અને સામાજિક સંસ્થાઓને સર્ટિફિકેટ તથા પર્યાવરણ અને પ્રકૃત્તિ સંરક્ષણના સંદેશ સાથે એક એક છોડ(વૃક્ષ) આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નવસારી ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા પણ જાગૃતિભર્યા પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકો, મહિલાઓ, યુવાઓ અને સિનિયર સિટીઝન સહિત અંદાજિત ૧૦૦૦ જેટલા લોકોએ ભાગ લઈને મેઘોત્સવ ની મજા માણી હતી.આ પ્રકારના આયોજનો સમાજમાં જાગૃતિ લાવવા અને શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવનારા દિવસોમાં એવા ઉત્સવો ઉજવી લોકોનું સ્વાસ્થ્ય સુધારવાની સાથે પ્રકૃતિ સંરક્ષણ, પર્યાવરણ જાળવણી, ટ્રાફિક પ્રત્યે જાગૃતિ આવે તેવા કાર્યક્રમો યોજવા નવસારી મહાનગરપાલિકા સદૈવ પ્રયત્નશીલ છે. તેમ જણાવ્યું હતું.જ્યારે ઉપસ્થિત તમામ લોકો આ સરાહનીય કાર્યક્રમની ભારે પ્રશંસા કરી પાલિકાની ઉમદા પહેલ ની સરાહના કરી હતી.

Back to top button
error: Content is protected !!