ગણદેવી આદિજાતિ વિધાનસભા મતવિસ્તારમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી ખેરગામ તાલુકાના એ.પી.એમ.સી. માર્કેટ ખાતે યોજાશે
વાત્સલ્યમ સમાચાર
નવસારી
૯ મી ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણીના આયોજન અંગે ચીખલી પ્રાંત અધિકારીના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
આગામી તા.૯મી ઓગષ્ટ, વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે ૧૭૬ ગણદેવી આદિજાતી વિધાનસભા મતવિસ્તારમાં નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના એ.પી.એમ.સી. માર્કેટ ખાતે ઉજવણી કરવામાં આવનાર છે. જેના સુચારું આયોજન અને અમલવારી અન્વયે ચીખલી પ્રાંત કચેરીના સભાખંડ ખાતે પ્રાંત અધિકારીશ્રી મિતેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી.
કાર્યક્રમના આયોજન સંદર્ભે યોજાયેલી બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી મિતેશ પટેલે સંબંધિત વિભાગોને “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે કામગીરીની વ્યવસ્થા તેમજ પાર્કિંગ, પીવાના પાણી, આરોગ્ય અને સ્વચ્છતા, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રાથમિક સુવિધાઓ, સ્ટેજ-મંડપ, સાઉન્ડ સિસ્ટમ અંગેની વ્યવસ્થા ગોઠવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં ગણદેવી તાલુકા અધિકારીશ્રી ચેતનકુમાર દેસાઈ,ચીખલી તાલુકા વિકાસ અધિકારીશ્રી ભાવના યાદવ, ખેરગામના તાલુકા વિકાસ અધિકારીશ્રી મહેશ વિરાણી, બીલીમોરા નગરપાલિકા ચીફ ઓફિસર મિતલ ભાલાળા ,ગણદેવી નગરપાલિકા ચીફ ઓફિસર પ્રાચી દોશી તાલુકા કક્ષાના વિવિધ વ્યવસ્થાપન સમિતિના અધિકારીશ્રીઓ, અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.