GUJARATHALOLPANCHMAHAL
હાલોલ ટાઉન પોલીસે મોબાઈલ ચોરીના બે આરોપીઓને ઝડપી પાડયા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૮.૭.૨૦૨૫
પંચમહાલ જીલ્લાના હાલોલ ટાઉન પોલીસે બાતમીના આધારે બે આરોપીને ઝડપી પાડીને કાર્યવાહી કરી ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જીલ્લા પોલીસ વડા દ્વારા મોબાઈલ ચોરી સહિતના ગુનાઓનો ભેદ ઉકેલી પાડવા માટે સુચનાઓ આપવામાં આવી હતી તેના પગલે હાલોલ ટાઉન પોલીસના પીઆઈ આર.એ.જાડેજાનાઓએ વોચ રાખીને તપાસ કરવા પીએસઆઈ જે.બી.ઝાલાને સુચના આપવામા આવી હતી. જેમા ચોકકસ બાતમીના પગલે બે ઈસમો ગૌરાગકુમાર રમેશભાઈ રાઠવા રહે.આમ્રપાલી સોસાયટી હાલોલ તેમજ વિશાલ કુમાર વિઠ્ઠલભાઈ સોલંકી રહે. હરિજનવાસ હાલોલ નાઓ ને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે આ બન્ને પાસેથી એક વીવો કંપનીનો મોબાઈલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.







