DAHODGUJARAT

દાહોદ શહેરના ગોધરારોડ થી ચોસાલા ખાતે આવેલ કેદારનાથ મંદીર સુધી બોલ બમ કાવડ યાત્રા ગ્રુપ દ્વારા કાંવડ યાત્રાનું આયોજન

તા.૨૮.૦૭.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ શહેરના ગોધરારોડ થી ચોસાલા ખાતે આવેલ કેદારનાથ મંદીર સુધી બોલ બમ કાવડ યાત્રા ગ્રુપ દ્વારા કાંવડ યાત્રાનું આયોજન

દેશના વિવિધ વિસ્તારોમાં ધર્મ બાબતે અલગ અલગ પ્રથાઓ જોવા મળે છે જેમાં શ્રાવણ મહિનો બેસતાની સાથેજ ભગવાન શિવની પૂજા કરવા માટે તમામ શિવ મંદીરમા શિવ ભક્તોની ભીડ એકઠી થતી હોય છે એજ રીતે કાવડ યાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે અને તેમાં પણ શ્રાવણ માસમાં કાંવડ યાત્રાની ખાસ ટ્રેડ રહેલો છે કાવડ યાત્રા દરમ્યાન શિવ ભક્તો ગંગા નદીમાંથી પાણી ભરી લઈ જાય છે. અને તેઓ ભગવાન શિવ પર અભિષેક કરે છે. શ્રાવણ માસમાં ભક્તો ભગવાન શિવ તેમની ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. શ્રાવણ માસમાં કાવડ યાત્રાનું મહત્વ છે અને ભગવાન શિવને શ્રાવણનો મહિનાની બહુજ

પ્રિય છે આ મહિનામાં કાવડ યાત્રા કરીને ગંગાજળ લઈ ભગવાન શિવ પર જલાભિષેક કરવાથી ભક્તોના મોટામાં મોટા પાપો દૂર થાય છે. દરેક પ્રકારના પાપ માંથી મુક્તિ મળે છે તેમજ શ્રાવણ મહિનામાં સમૃદ્ધ મંથન દરમિયાન નીકળેલા ઝેરને ભગવાન શિવએ પોતાના ગળામાં ઉતાર્યું હતું જેના કારણે તેમનું શરીર તપવા લાગ્યું. તે પછી દરેક દેવતાઓએ ગંગામાંથી પાણી એકઠું કરીને ભગવાન શિવને અર્પણ કરવા લાગ્યા તેનાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થયા. એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં સૌથી પહેલી

કાવડ યાત્રા શીવના મહાન ભક્ત ભગવાન પરશુરામ દ્વારા શરૂ કરવામાં આવી હતી સંતો તેમજ મુનિઓના આશીર્વાદથી કાવડ યાત્રાનો પ્રારંભથયો હતો શ્રાવણ મહિનામાં જે પણ ભક્ત કાવડની યાત્રા કરીને ભગવાન ભોલેનાથ ની જળ અર્પણ કરે છે તેમની મનોકામના પૂર્ણ અને સુખ સમૃદ્ધિ વધે છે જેને લઈ આજરોજ બોલ બમ કાવડ યાત્રા ગ્રુપ દાહોદ દ્વારા દાહોદ શહેરના ગોધરારોડ થી ૧૦ કી.લો.મિટર દૂર આવેલ કેદારનાથ મંદીર સુધી કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ જે કાવડયાત્રામાં ભારે સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો

Back to top button
error: Content is protected !!