AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં મધ્યમ સ્વરૂપેનો સાર્વત્રિક વરસાદ: નદીમાં તણાયેલા વૃદ્ધની લાશ બીજા દિવસે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં મોટામાંળુગા ગામનો તણાઈ ગયેલ વૃદ્ધની લાશ બીજા દિવસે નજીકનાં ચેકડેમમાંથી મળી આવી..

ગુજરાતનાં છેવાડે આવેલા અને કુદરતી સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.છેલ્લા બે દિવસથી ડાંગ જિલ્લાનાં ત્રણેય તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે,જેના પગલે સમગ્ર પંથકોમાં પાણીની રેલમછેલ ફરી વળી છે.આ વરસાદથી માત્ર ખેડૂતો જ નહીં, પરંતુ પ્રકૃતિપ્રેમીઓ અને પર્યટકો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.છેલ્લા ચોવીસ કલાકમાં આહવા પંથકમાં 38 મીમી અર્થાત 1.52 ઇંચ,સુબીર પંથકમાં 39 મીમી અર્થાત 1.56 ઇંચ,વઘઇ પંથકમાં 44 મીમી અર્થાત 1.76 ઇંચ અને સાપુતારા પંથકમાં 25 મીમી 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.છેલ્લા બે દિવસથી ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામતા લોકમાતાઓમાં અંબિકા,ખાપરી,પૂર્ણા,ગીરા અને ધોધડ તેમજ નાના મોટા વહેળા,અને ઝરણાઓ ગાંડાતુર હાલતમાં વહેતા જોવા મળી રહ્યા છે.ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે વઘઇ તાલુકાનાં ત્રણ જેટલા કોઝવેકમ પુલો ઓવરટોપીક થયા હતા. જેના પગલે થોડાક સમય માટે જનજીવન અને પશુપાલન પ્રભાવિત થયુ હતુ. જ્યારે ગતરોજ ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં મોટામાંળુગા ગામનો 55 વર્ષીય વૃદ્ધ વસંતભાઈ કાશીરામભાઈ શેવરે અંબિકા નદીમાં તણાઈ ગયા હતા.જેની ગ્રામજનો તથા વહીવટી તંત્રની ટીમનાં લાશકરોએ શોધખોળ હાથ ધરી હતી.આ વૃદ્ધની લાશ બીજા દિવસે અંબિકા નદીનાં ચેકડેમમાંથી મળી આવતા પોલીસની ટીમે લાશને પી.એમ અર્થે ખસેડી વધુ તજવીજ હાથ ધરવામાં આવી હતી.એક તરફ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, તો બીજી તરફ રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ચાલી રહેલો મોન્સુન ફેસ્ટિવલ તેના ભરમાર કાર્યક્રમોથી પૂરબહારમાં ખીલી ઉઠ્યો છે.વરસાદના કારણે સાપુતારાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ધુમ્મસભર્યા વાદળો, લીલીછમ ટેકરીઓ, ઝરણાં અને ધોધનો કલરવ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહ્યો છે.આ  સાથે જ મોન્સુન ફેસ્ટિવલ ખાસ કરીને ચોમાસામાં સાપુતારાની મુલાકાત લેનારા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ફેસ્ટિવલમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકનૃત્યો, હસ્તકળા પ્રદર્શનો, સ્થાનિક વાનગીઓના સ્ટોલ અને સાહસિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ છે.વરસાદી વાતાવરણમાં આ પ્રકારના આયોજનો પ્રવાસીઓને અનોખો અનુભવ પૂરો પાડે છે.પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો
<span;>વરસાદ અને મોન્સુન ફેસ્ટિવલના સુભગ સમન્વયના કારણે સાપુતારા ખાતે પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે.ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારાની મુલાકાત લઈ રહ્યા છે.હાલમાં મોન્સૂન ફેસ્ટિવલને લઈને સાપુતારાની તમામ હોટલો,રિસોર્ટ્સ,હોમ સ્ટે ગેસ્ટ હાઉસ,ટેન્ટ સીટીઓ પ્રવાસીઓથી ઉભરાઈ રહી છે. સ્થાનિક વેપારીઓને પણ આનાથી સારો એવો આર્થિક લાભ મળી રહ્યો છે. પ્રવાસીઓ બોટિંગ, રોપ-વે, સનસેટ પોઈન્ટ અને ગવર્નર હિલ જેવા સ્થળોની મુલાકાત લઈ કુદરતી સૌંદર્યનો આનંદ માણી રહ્યા છે.વરસાદે ડાંગના વાતાવરણને પ્રફુલ્લિત કરી દીધું છે, ત્યારે મોન્સુન ફેસ્ટિવલ પ્રવાસીઓને આકર્ષીને ડાંગના પ્રવાસન ઉદ્યોગને નવો વેગ આપી રહ્યો છે. આગામી દિવસોમાં પણ જો વરસાદનો આવો જ માહોલ રહેશે તો ડાંગ વધુને વધુ પર્યટકોને આકર્ષિત કરશે તેવું જણાઈ રહ્યું છે..

Back to top button
error: Content is protected !!