DAHODGUJARATLIMKHEDA

પીપલોદ ભઠવાડા ટોલટેક્સ નજીક અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે નં.47 પર મોટા મોટા ખાડાના કારણે વાહન ચાલકો ભારે પરેશાન કોઈ મોટી દુર્ઘટના થાય તેની રાહ જોઈ રહ્યું છે તંત્ર

તા.૨૮.૦૭.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Piplod:પીપલોદ ભઠવાડા ટોલટેક્સ નજીક અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે નં.47 પર મોટા મોટા ખાડાના કારણે વાહન ચાલકો ભારે પરેશાન કોઈ મોટી દુર્ઘટના થાય તેની રાહ જોઈ રહ્યું છે તંત્ર

ઇન્દોર અમદાવાદ થી ગોધરા ઇન્દોર નેશનલ હાઈવે 47 પીપલોદ થી દાહોદ તરફ જવાના પીપલોદ બાયપાસ હાઈવે ઉપર ભારે વરસાદ માં રોડ વચ્ચે મોટા મોટા ખાડા ખાબોચિયા થી વહાન ચાલકો ભારે પરેશાની ભોગવવા નો વારો  ઈન્દોર અમદાવાદ થી હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા વહીવટ તંત્ર ધોર નિંદ્રામાં સૂતાં જનતા ભારે પરેશાની માં નેશનલ હાઇવે નંબર 47 અમદાવાદ થી ગોધરા ઇન્દોર હાઈવે પસાર થાય છે. આ નેશનલ હાઈવે પર પીપલોદ થી દાહોદ તરફ જવા વચ્ચે નેશનલ હાઇવે પર મોટા મોટા ખાડાઓથી 100 ની સ્પીડે દોડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો. છે 80 થી 90 ની સ્પીડે દોડતા વહાન ચાલકો લોકોને રોજે રોજ એકસીડન્ટ નું આમંત્રણ આપે છે. દાહોદ થી ગોધરા રોડ પર હજારો મુસાફર ગાડીઓમાં મુસાફરી કરતા નિર્દોષ લોકોનો ભંગાર રોડ ના કારણે એકસીડન્ટ થતા મોત નીપજે છે અને આ નેશનલ હાઈવે પર મોંઘા ભાવના ટોલ ટેક્સ ભરવાના અને રોડ જ્યાં જુઓ ત્યાં ખાડા ખાબોચિયા થી વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.હાઇવે ઓથોરિટી નું તંત્ર ભાર નિંદ્રામાં સુતા આ નેશનલ હાઇવે પર રોજબરોજ ધારાસભ્ય સભ્યો સાંસદ સભ્યોથી મુસાફરી કરતા હોય ત્યારે આવા લોકો નેતાઓથી થાકી ગયા છે.ક્યારે દાહોદ થી ગોધરા ઇન્દોર નેશનલ હાઈવે ની કામગીરી કરવામાં આવશે કે ભોળી જનતાને ખાડા ખાબોચિયા થી રાહત મળશે.શું અમારી ન્યુઝ ચેનલ પર પ્રસારિત થતા હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના અધિકારી ઓ મારતે ઘોડે રોડ રસ્તા ની રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવશે કે ભીનું સંકેલી લેવામાં આવશે તે આવતા અહેવાલમાં પ્રસિદ્ધ કરવામાં આવશે

Back to top button
error: Content is protected !!