
નરેશપરમાર.કરજણ –
કરજણ તાલુકામાં આવેલી જર્જરિત સરકારી મિલકતોનો સર્વે હાથ ધરાયો
કરજણ તાલુકામાં આવેલ જર્જરિત સરકારી મિલકતો નો ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સર્વે હાથ ધરવામાં આવ્યો
ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ સરકાર દ્વારા કરજણ તાલુકામાં આવેલા તમામ બ્રિજોની સર્વે કામગીરી હાથ ધરાયા બાદ હવે કરજણ તાલુકામાં આવેલ સરકારી ઈમારતો જેવી કે ગ્રામ પંચાયત કચેરી આંગણવાડી તેમજ ઓવરહેડ પાણીની ટાંકીઓ અને ગામમાં આવેલી શાળાઓના જર્જરીત ઓરડાની સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં વિવિધ વિભાગ દ્વારા તમામની સર્વે કામગીરી કરીને રિપોર્ટો તૈયાર કરવામાં આવ્યા છે. તમામ શાળાઓમાં જર્જરીત ઓરડાની માહિતીઓ શિક્ષણ વિભાગ દ્વારા જેતે શાળાના આચાર્યો પાસે મંગાવવામાં આવી હતી. જ્યારે ડિઝાસ્ટર દ્વારા ઓવરહેડ પાણીની ટાંકીઓ સર્વે કામગીરી હાથ ધરાઈ હતી તેમજ ગ્રામ પંચાયત કચેરી અને આંગણવાડી ની સર્વે કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. આમ સરકાર દ્વારા કરજણ તાલુકામાં આવેલી સરકારી ઈમારતોની સર્વે કામગીરી હાથ ધરાઈ છે.



