ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : જિલ્લા આયોજન મંડળ, વર્ષ 2025-26 માટે રૂ. 950.00 લાખનું આયોજન મંજૂર

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : જિલ્લા આયોજન મંડળ, વર્ષ 2025-26 માટે રૂ. 950.00 લાખનું આયોજન મંજૂર

આ બેઠકમાં વર્ષ 2025-26 અંતર્ગત જિલ્લા આયોજન મંડળ હેઠળ 15% વિવેકાધીન અને 5% પ્રોત્સાહક જોગવાઈ અંતર્ગત કુલ રૂ. 950.00 લાખના આયોજનને મંજૂરી આપવામાં આવી. આ ઉપરાંત, વર્ષ 2022-23થી વર્ષ 2024-25 સુધીના મંજૂર થયેલા કામોની સમીક્ષા કરવામાં આવી, જેમાં પ્રગતિ હેઠળના તથા શરૂ ન થયેલ કામોની વિગતોની ચર્ચા કરીને આગળની કાર્યવાહીનું આયોજન કરવામાં આવ્યું.

અરવલ્લી જિલ્લા આયોજન મંડળની બેઠક માન. કલેક્ટર ના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં માન. રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર, માન. પ્રમુખ, જિલ્લા પંચાયત, માન. ધારાસભ્ય પી.સી. બરંડા, માન. નિરીક્ષક, GAD, માન. જિલ્લા વિકાસ અધિકારી, માન.નિવાસી અધિક કલેક્ટર, માન. પ્રાયોજના વહીવટદાર, ચેરમેન, સામાજિક ન્યાય સમિતિ, જિલ્લા પંચાયત સદસ્ય (જાગૃત મહિલા સદસ્ય), તાલુકા પંચાયતના પ્રમુખઓ , નગરપાલિકાના પ્રમુખ, જિલ્લા આંકડા અધિકારી, મેનેજર, લીડ બેંક, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા તમામ અમલીકરણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લાના વિકાસને વેગ આપવા અને યોજનાઓના અમલીકરણને વધુ અસરકારક બનાવવા માટે આ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા.

Back to top button
error: Content is protected !!