થરાદમાં યુરિયા ખાતરની અછતને લઈને થરાદ કિશાન સંઘર્ષ સમિતિએ આપ્યું આવેદન પત્ર.

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ
થરાદ તાલુકાના ખેડૂતો યુરિયા ખાતરની અછતથી પરેશાન છે. તેમણે નેનો યુરિયા બંધ કરી સમયસર પૂરતું ખાતર પૂરું પાડવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે.થરાદ તાલુકો ખેતી અને પશુપાલન આધારિત વિસ્તાર છે. અહીં વર્ષભર ત્રણેય સિઝનમાં ખેતી થાય છે. આ કારણે અન્ય તાલુકાઓની સરખામણીએ યુરિયા ખાતરની વધુ જરૂરિયાત રહે છે. થરાદની આસપાસના વાવ, સુઈગામ અને દિયોદરના ખેડૂતો ઉપરાંત રાજસ્થાનના ખેડૂતો પણ બિયારણ, દવા અને ખાતરની ખરીદી થરાદથી કરે છે.છેલ્લા ત્રણ વર્ષથી દરેક ખરીફ અને રવી સીઝનમાંપિયત સમયે યુરિયા ખાતરની અછત સર્જાય છે. આના કારણે ખેડૂતો પોતાના પાકને સમયસર પિયત કરી શકતા નથી. થરાદની જમીન વર્ષો જૂની પિયતવાળી અને સૂકા પ્રદેશવાળી છે. આથી નાઈટ્રોજનની કમી મોટા પ્રમાણમાં વર્તાય છે. આના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થાય છે. ખેડૂતોની ફરિયાદ છે કે યુરિયાની જગ્યાએ તેમને નેનો યુરિયાની બોતલ આપવામાં આવે છે.તાલુકા સંઘ, જિલ્લા સંઘ અથવા અન્ય દુકાનદારો ખેડૂતોને આ નેનો યુરિયાની બોટલ લેવા માટે દબાણ કરે છે. આના કારણે દુકાનદાર અને ખેડૂત વચ્ચે સંઘર્ષ થાય છે. ખેડૂતોની માંગ છે કે નેનો યુરિયાની બોટલો સંપૂર્ણપણે બંધ કરવામાં આવે. સાથે સમયસર પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર પૂરું પાડવામાં આવે. જેથી તેઓ પોતાની ખેતી યોગ્ય રીતે કરી શકે.થરાદ તાલુકા કિશાન સંઘર્ષ સમિતિ અને બહોળી સંખ્યામાં ખેડૂતોએ હાજર રહી આ આવેદનપત્ર આપ્યું હતું




