
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા શીણાવાડ હાઈસ્કૂલ ખાતે બાળકો માટે “POCSO જાગૃતિ શિબિર યોજાઈ
મોડાસા તાલુકાના શીણાવાડ હાઈસ્કુલ ખાતે બાળકોના સુરક્ષા અધિકારો અને જાતીય શોષણ સામે કાયદેસર જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી કુમળી વયના બાળકોને મોબાઈલના દુરુપયોગ,સોશિયલ મીડિયા,કુમળા પ્રેમના ખતરાઓના અને POCSO કાયદાની જાગૃતિની દૃષ્ટિએ સમજ તેમજ ભવિષ્યમાં કાયદાની પકડમાં આવી ન જાય તે દિશામાં માર્ગદર્શન આપવાનું હતું.શિબિરમાં બી.એન.પટેલ સાહેબ,સિનિયર સિવિલ જજ અને ફુલ ટાઈમ સેક્રેટરી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાયદાની ભાષા અને બાળકોની જિંદગી વચ્ચે સંતુલન વિશે સ્પર્શક અને પ્રેરક સંદેશ આપવામાં આવ્યો હતો.ડી.એલ. વણકર,ચીફ એલ.એ.ડી.સી,અરવલ્લી દ્વારા બાળકોને પોક્સો કાયદાનું સરળ ભાષામાં
ઘનશ્યામ પટેલ,ડેપ્યુટી એલ.એ.ડી.સી (રાષ્ટ્રપતિ પોલીસ મેડાલિસ્ટ) હાસ્યસભર,વાર્તારૂપ અને ગ્રામ્ય ભાષામાં “મોબાઈલ, પ્રેમ અને કાયદો”વિષયક ઉદઘોષણ કરી,બાળકોને reel અને real જીવન વચ્ચેનો ભેદ સમજાવી કાયદાના જોખમો, બાળકો માટેની સુરક્ષા વ્યવસ્થા તથા 1098 જેવી હેલ્પલાઈન વિશે માહિતી આપી હતી.શિબિરનું સંચાલન શીણાવાડ હાઈસ્કુલના આચાર્ય મયુર પટેલના સંકલન હેઠળ અને શાળાના શિક્ષકગણના સહયોગથી સફળ શિબિર યોજાઈ હતી.




