આજે શ્રાવણ ના પ્રથમ સોમવારે શક્તિપીઠ અંબાજીના માનસરોવર માં આવેલા માનેશ્વર મહાદેવ ખાતે બરફના શિવલિંગ બનાવવામાં આવ્યા

30 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આજે શ્રાવણ ના પ્રથમ સોમવારે શક્તિપીઠ અંબાજીના માનસરોવર માં આવેલા માનેશ્વર મહાદેવ ખાતે બરફના શિવલિંગ બનાવવામાં આવ્યા, સાથે અનેક શિવાલયો માં વિશેષ શણગાર સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા હતા વર્ષભરમાં શ્રાવણ માસ માત્ર એક એવો પર્વ છે જે એક મહિનો પૂજાય છે શ્રાવણ માસ પવિત્ર અને શિવભક્તો માટે ખૂબ જ મહત્વ નો હોય છે. શ્રાવણ માસમાં શિવ ભક્તો મહાદેવને રિઝવવા માટે વિશેષ પૂજા સાથે મહાદેવને બીલીપત્ર અને જલાભિષેક કરે છે. દેશમાં અમરનાથ નો ખૂબ જ મહત્વ છે જ્યાં લાખોની સંખ્યામાં શિવ ભક્તો બાબા બર્ફાનીના દર્શન કરવા દર વર્ષે ઉમટે છે. પણ ઘણા એવા શિવભક્તો હોય છે જે અમરનાથ બાબા બર્ફાની ના દર્શન કરવા નથી જઈ શકતા. જેને લઈને યાત્રાધામ અંબાજી ખાતે આજે શ્રાવણના પ્રથમ સોમવારે બરફના શિવલિંગ બનાવવામાં આવ્યા છે.
શક્તિપીઠ અંબાજી ના માન સરોવર ખાતે આવેલા માનેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે બરફના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા જે અમરનાથ ના બાબા બર્ફાની ની જેમ જ પ્રતિકૃતિ બનાવવા માં આવી હતી. માન સરોવર કુંડ માં સ્થિત મહેશ્વર મહાદેવ ખાતે બાપા બર્ફાની ના દર્શન કરવા માટે ભક્તો વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા. આજે શ્રાવણના પ્રથમ સોમવારે માન સરોવર સ્થિત માનેશ્વર મહાદેવ મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું તો સાથે સાથે ભક્તોને બાબા બર્ફાની ના સરળતાથી દર્શન થઈ શકે તેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી. શિવ ભક્તો આજે વહેલી સવારથી જ બાબા બર્ફાની ના દર્શન કરવા ભારે ભીડ જોવા મળી હતી મહાદેવને બીલીપત્ર અર્પણ કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. માનેશ્વર મહાદેવ ખાતે આજે શિવભક્તો માટે વિશેષ ફરાળી પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કહી શકાય કે આજે શ્રાવણના પ્રથમ સોમવારે યાત્રાધામ અંબાજી ના તમામ શિવાલય હર હર મહાદેવ નાદ થી ગુંજી રહ્યા છે.








