GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:વાંકાનેર પોલીસ દ્વારા વિદેશી દારૂના જથ્થા ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો

WAKANER:વાંકાનેર પોલીસ દ્વારા વિદેશી દારૂના જથ્થા ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો
વાંકાનેર તાલુકા પોલીસ તથા વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા અલગ અલગ ગુનાઓમાં પકડાયેલ કુલ રૂ . 1.43 કરોડ ના વિદેશી દારૂના જથ્થા પર વાંકાનેરના ગારીડા ગામ નજીક તિરથ હોટલ પાછળ રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાન્યુઆરી-૨૦૨૫ થી જુલાઈ-૨૦૨૫ સુધીમાં અલગ અલગ ગુન્હાઓમાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળતા આજરોજ વાંકાનેર-ચોટીલા હાઈવે પર ગારીડા તથા રંગપર વચ્ચે હોટલ તિરથ પાછળ જુના પડતર ડામર રોડ પર કુલ રૂ. 1,43,67,502 ની કિંમતના વિદેશી દારૂ પર ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો….








