ફુડ વિભાગ દ્વારા માવાના પેંડા, બરફી, ફરાળી વેફર્સ, ફરાળી ચેવડો સહિતના ખાધપદાર્થના ૧૯ નમુના લેવામાં આવ્યા
ફુડ વિભાગ દ્વારા માવાના પેંડા, બરફી, ફરાળી વેફર્સ, ફરાળી ચેવડો સહિતના ખાધપદાર્થના ૧૯ નમુના લેવામાં આવ્યા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ખોરાક અને ઐાષધ નિયમન તંત્ર દ્રારા શહેરમાં વિવિધ ફરાળી વાનગીઓ જેવી કે માવાના પેન્ડા, બરફી, ફરાળી વેફર્સ, ફરાળી ચેવડો વગેરે મળી કુલ ૧૯ નમુના પૃથ્થકરણ અર્થે લેઈ પ્રયોગશાળા ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન જાહેર જનતાને આરોગ્યપ્રદ અને નિયત ગુણવત્તાયુક્ત ફરાળી ખોરાક મળી રહે તે માટે જૂનાગઢ જિલ્લામાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ – ૨૦૦૬ અન્વયે જૂનાગઢ જિલ્લામાં ફુડ સેમ્પલિંગને લગતી કામગીરી કરવામાં આવતી હોય છે. જે અન્વયે કુલ ૧૯ નમુના પૃથ્થકરણ અર્થે લેઈ પ્રયોગશાળા ખાતે મોકલી આપવામાં આવ્યા છે. એમ મદદનીશ કમીશનરની કચેરી ,ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, જૂનાગઢની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.