
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગિરિમથક સાપુતારા ખાતે સીબીઆઇ ઓફિસર તરીકેની ઓળખ આપી 23 વર્ષીય યુવક સાથે સાયબર ફ્રોડ કરવામાં આવેલ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.ડાંગ જિલ્લાનાં સાપુતારા ખાતે રહેતા પરશરામભાઈ અશોકભાઈ પવાર (ઉ. વ.૨૩)પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવેલ હતો.અને અજાણ્યા ઈસમે CBI ઓફીસરની ખોટી ઓળખ આપી ડરાવી ધમકાવી, ફાઈન ભરવાના નામે પરશરામભાઈ અશોકભાઈ પવાર પાસેથી કુલ રૂ. ૧૫૦૦/- ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી હતી.જે અંગે યુવકને માલૂમ પડતા યુવકે સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.હાલમાં સાપુતારા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.





