
તા.૩૦.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:આદિવાસી મ્યુઝિયમ, દાહોદ ખાતે નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલની ઉપસ્થિતિ હેઠળ આકાંક્ષા હાટની શરૂઆત કરાઈ
આકાંક્ષા હાટ તારીખ ૨૯-૦૭-૨૦૨૫ થી ૦૪-૦૮-૨૦૨૫ સુધી યોજાશે દાહોદ જિલ્લાની આગવી ઓળખ સમા આદિવાસી મ્યુઝિયમ, દાહોદ ખાતે સ્વ સહાય જુથ, સખી મંડળની બહેનો દ્વારા જે વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે, એના વેચાણ અર્થે આકાંક્ષા હાટ બજાર નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલની ઉપસ્થિતિ હેઠળ શરૂ કરવામાં આવ્યું છે. આકાંક્ષા હાટ તારીખ ૨૯-૦૭-૨૦૨૫ થી ૦૪-૦૮-૨૦૨૫ સુધી સતત યોજાશે. આ બજારમાં સખી મંડળની બહેનો જે ઘરે બેઠાં અવનવી વસ્તુઓનું ઉત્પાદન કરી આત્મ નિર્ભર બની રહી છે. તેમને વેચાણ અર્થે પ્લેટફોર્મની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં દાહોદ જિલ્લાના ખૂણે-ખૂણે થી અનેકો બહેનો પોતાની સ્વ હસ્તે બનાવેલ પ્રોડક્ટ્સ લઈને એના વેચાણ કરી શકશે.જેમાં માટીકામ, વાંસકલા, રાખડી, કટલરી, પ્રાકૃતિક શાકભાજી, પ્રાકૃતિક ખાતર, મસાલા ગૃહ ઉદ્યોગ, તોરણ, સાબુ, દિવેટ, બામ્બુ, પેઇન્ટિંગ, નારિયેળ તેમજ હર્બલ શેમ્પુ, સાબુ જેવી અનેકવિધ હેન્ડ મેડ પ્રોડક્ટ્સના સ્ટોલ લગાવવામાં આવ્યા છે.આ નિમિતે નગરપાલિકા ઉપપ્રમુખ શ્રધ્ધા ભડંગ, સ્માર્ટ સીટી સ્ટાફ સાહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમ્યાન નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલ સહિત સૌએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી





