BANASKANTHAGUJARAT

થરામાં શ્રીરામજી મંદિરે શ્રીરામ ચરિતમાનસ પારાયણનો આજે છઠ્ઠો દિવસ…

છેલ્લા ૭૬ વર્ષ એટલે કે સંવત ૨૦૦૬ થી ૨૦૮૧ અવિરત શ્રી રામજી મંદિરે શ્રીરામ ચરિત માનસ નવાહ પારાયણ ચાલુ...

થરામાં શ્રીરામજી મંદિરે શ્રીરામ ચરિતમાનસ પારાયણનો આજે છઠ્ઠો દિવસ…

—————————————-
છેલ્લા ૭૬ વર્ષ એટલે કે સંવત ૨૦૦૬ થી ૨૦૮૧ અવિરત શ્રી રામજી મંદિરે શ્રીરામ ચરિત માનસ નવાહ પારાયણ ચાલુ…
—————————————
કાંકરેજ તાલુકાની ધર્મ નગરી થરા જુનાગામતળ ખાતે બિરાજમાન શ્રીરામજી મંદિરે શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ.પૂ.શ્રી રણછોડદાસજી મહારાજના શિષ્યાશ્રી રમાબેનજી હરિયાણીજીના સાનિધ્યમાં સરોજબેન ઠક્કર અને રીંકુબેન ઠક્કરના સ્વમુખે શ્રીરામ ચરિતમાનસના પાઠનું પઠન સંવત ૨૦૮૧ ના શ્રાવણસુદ-૧ ને શુક્રવાર તા.૨૫/૦૭/૨૦૨૫ થી શ્રાવણ સુદ-૯ ને શનિવાર તા.૦૨/૦૮/૨૦૨૫ સુધી બપોરે ૨.૪૫ થી સાંજે ૬.૪૫ કલાક ૯ દિવસ સુધી શ્રીરામ ચરિતમાનસ નું પારાયણ કરવામાં આવશે.ત્યારે આજે છઠ્ઠા દિવસે બુધવારના રોજ થરા નગર પાલિકા પ્રમુખપતિ અનિલભાઈ સોની,પૂર્વપ્રમુખ ભારતીબેન ઠક્કર,વહેપારી અગ્રણી કિરીટભાઈ અખાણી, દિલીપભાઈ ઠક્કર દેસાઈ બ્રધર્સ, ઈશ્વરભાઈ પ્રજાપતિ કસલપુરા, ગૌરવ કોટક,મેહુલ જે. ઠક્કર, નરોત્તમભાઈ પ્રજાપતિ સહીત ભાવિક ભક્તોની ઉપસ્થિતિમા જન્માષ્ટમી તથા ભાદરવા સુદ અગિયારસ (જળ જીલણી અગિયારસ)ની ઉછામણી બોલાયેલ જેમાં કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની ઉછામણી ઠક્કર દિનેશકુમાર (ડી.સી.), જલજીલણી અગિયારસના પ્રથમ પધરામણી ઠક્કર બ્રિજેશકુમાર સુરેશભાઈ ગિરિરાજ-૨,દ્વિતીય પધરામણી ઠક્કર ટેચંદભાઈ હરજીવનભાઈ શાંતિનગર સોસાયટી,તૃતીય પધરામણી ઠક્કર ફરશુરામભાઈ મણિલાલભાઈ,ચોથી પધરામણી ઠક્કર સંદીપકુમાર રમેશભાઈ સાકરીયાવાળા અને છેલ્લી પાંચમી પધરામણી ઠક્કર જનકકુમાર કિર્તીલાલ ગીરીરાજ -૨ એ લાભ લીધો છે.બંને ઉત્સવોમાં હાજર રહેવા નીરંજનભાઈ સોનીએ જણાવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

 

Back to top button
error: Content is protected !!