MORBI:મોરબીની વાવડી ચોકડીએ ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ સાથે દંપતિએ મારમારી કરી ઇજા પહોંચાડી
MORBI:મોરબીની વાવડી ચોકડીએ ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ સાથે દંપતિએ મારમારી કરી ઇજા પહોંચાડી
મોરબીની વાવડી ચોકડીએ ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ ફરજ બજાવી રહ્યા હોય ત્યારે આરોપીએ ટ્રાફિક નિયમનો ભંગ કરતા કોન્સ્ટેબલે આરોપીને ચલણ આપવાનું કહેતા આરોપીઓએ પોલીસ કોન્સ્ટેબલને ગાળો આપી છુટા હાથની મારમારી કરી ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી ટ્રાફિક શાખામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જીગ્નેશભાઈ પ્રવીણભાઈ લાંબા (ઉ.વ.૩૧) એ આરોપી દર્શનભાઈ નવનીતભાઈ જાદવ તથા દિશાબેન દર્શનભાઈ જાદવ રહે. બંને નાની વાવડી મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી મોરબી સીટી ટ્રાફીક શાખામા કોન્સ્ટેબલ તરીકેની ફરજ બજાવતા હોય તે દરમ્યાન આરોપી મોટરસાયકલ ચાલક આરોપી દર્શનભાઈએ ટ્રાફીકને અડચણરૂપ થઈ ટ્રાફીક ભંગકરતા ફરિયાદીએ ચલણ આપવાનુ કહેતા આરોપઓ એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળા-ગાળી કરી ફરીયાદી સાથે છુટા હાથની મારમારી કરી ઈજા પહોંચાડી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.