અરવલ્લી જીલ્લામાં નવા ભેટાલી ગામની શ્રી ડૉ .ગોવિંદસિંહ મિનામા આદિવાસી આશ્રમશાળા માં વિનામુલ્યે ગણવેશ ભારત સ્કાઉટ દ્વારા વિતરણ કરી ભલુ કામ કરવામાં આવ્યું.

અહેવાલ:- પ્રતિક ભોઈ
અરવલ્લી જીલ્લામાં નવા ભેટાલી ગામની શ્રી ડૉ .ગોવિંદસિંહ મિનામા આદિવાસી આશ્રમશાળા માં વિનામુલ્યે ગણવેશ ભારત સ્કાઉટ દ્વારા વિતરણ કરી ભલુ કામ કરવામાં આવ્યું.
અતુલભાઇ દીક્ષિતે આશ્રમના બાળકોના વાલી બની ને જાતે ગણવેશ પહેરાવ્યો
નવા ભેટાલી ગામમાં શ્રી ડૉ .ગોવિંદસિંહ મિનામા આદિવાસી આશ્રમશાળા ના આચાર્ય અને ગાઈડ લીડર શ્રીમતી કૈલાસબેન પારગીની વિનંતી થી ભારત સ્કાઉટ સંઘ દ્ધારા અને દાતા શ્રી ભગવતી ઍપોરિયમ ધનસુરા ના સહયોગથી બધાજ વિદ્યાર્થી-વિધ્યાર્થીનીઓને સ્કુલ યુનિફોર્મ અર્પણ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ માં શાળા અને સંચાલક મંડળના પ્રમુખ શ્રી સિદ્ધરાજભાઈ સોલંકી, સાબરકાંઠા જિલ્લા ના ચીફ કમિશનર અતુલભાઈ દિક્ષિત તથા અરવલ્લી જિલ્લા ના ચીફ કમિશનર સંગીતાબેન સોની અને રેન્જર કમિશનર સોનલબેન ડામોર તથા સ્કાઉટ ટ્રેનિગ કમિશનર વિષ્ણુભાઈ સોલંકી ,સ્કાઉટ સાથે જોડાયેલ હિમાંન્સુ વ્યાસ પત્રકાર અને રોવર લીડર સંજયભાઈ રાવલ હાજર રહ્યા હતા. આ અતર્ગત બાળકો ને વિનામૂલ્યે શાળા ગણવેશ નું વિતરણ કરવામાં આવ્યું.આશ્રમ શાળા ના બાળકો એ ગણવેશ પહેરી ખુબજ ખુશી વ્યકત કરી હતી અને સાબરકાંઠા અરવલ્લી ભારત સ્કાઉટ ગાઈડ સંઘ ને વંદેમાતરમ્ અને ભારતમાતાના જય જય કારથી અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો હતો.


