GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પાણી-પર્યાવરણ તથા પ્રદુષણને અટકાવવા જાહેરનામા દ્વારા પ્રતિબંધ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લામાં દર વર્ષે ઉજવવામાં આવતાં ધાર્મિક તહેવારોની ઉજવણી દરમિયાના જુદા-જુદા દેવી-દેવતાઓની સ્થાપના કરવામાં આવે છે. અને સ્થાપના બાદ ધાર્મિક  રીત રિવાજ મુજબ પ્રસંગ વિત્યા બાદ મૂર્તિઓની નદી, તળાવ તથા દરિયાના પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. દેવી/દેવતાઓની મૂર્તિઓની બનાવટમાં કેમીકલયુકત રંગોનો ઉપયોગ થાય છે. આવી મૂર્તિઓની નદી, તળાવ તથા દરિયામાં વિસર્જન કરવામાં આવે છે. આ મૂર્તિઓ પાણીમાં ભળવાથી પાણીમાં રહેતા જળચર જીવો, માછલીઓ વિગેરેનું મૃત્યુ થાય છે. જેના કારણે પાણી તથા પર્યાવરણને નુકશાન થાય છે. પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદુષણને અટકાવવાના હેતુસર નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી યોગરાજસિંહ ઝાલાએ મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નવસારી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન દેવી-દેવતાઓની બનાવટમાં તથા વિસર્જન સમયે કેટલાંક પ્રતિબંધાત્મક હુકમો જારી કર્યા છે. જેમાં મૂર્તિઓની બનાવટમાં બીજા ધર્મના લોકોની લાગણી દુભાઇ તેવા કોઇ ચિન્હો કે નિશાનીઓ રાખવી નહી. આયોજકોએ ૧૨ ફૂટથી વધારે રાખવી નહિ. મૂર્તિઓની બનાવટમાં ઝેરી અને ઉતરતી કક્ષાના સીન્થેટીક, રસાયણ કે કેમીકલ, ડાયયુકત રંગોનો જ ઉપયોગ કરવો નહિ. પી.ઓ.પી. મૂર્તિઓ કુદરતી નદીઓ/તળાવમાં વિસર્જન કરવા તથા તેના કિનાર ઉપર પૂજન વિધિ કરવી નહી. મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવે છે તે જગ્યા તથા વેચાણની જગ્યાની આજુબાજુમાં ગંદકી કરવી નહી. મૂર્તિકારોએ વેચાણ ન થયેલ તથા બનાવટ દરમિયાન ખંડિત થયેલ મૂર્તિઓને બિનવારસી હાલતમાં છોડી મૂકવી નહી. નવસારી જિલ્લા બહારથી મૂર્તિઓ લાવી વેચનાર મૂર્તિકારો/વેપારીઓને પણ આ નિયમો લાગુ પડશે. ગણેશ વિસર્જન થયા બાદ તમામ પંડાલ/મંડપ બે દિવસ કરતા વધારે દિવસ સુધી રાખવા નહી.  આ જાહેરનામાનો અમલ તા.૦૧/૦૮/૨૦૨૫ થી તા.૨૯/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ  કે ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Back to top button
error: Content is protected !!