
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA-JGUA) અંતર્ગત મીટિંગનું આયોજન કરવામાં આવ્યું.
અરવલ્લી જિલ્લામાં ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA-JGUA) અંતર્ગત તા. ૩૦/૦૭/૨૦૨૫ ના રોજ પ્રાયોજના વહીવટદાર ની કચેરી ખાતે પ્રાંત અધિકારી મોડાસાના અધ્યક્ષ સ્થાને માન. ધારાસભ્ય પી.સી. બરંડા સાહેબ ની હાજરીમાં ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત બ્લીટ લેવલની મિટિંગ રાખવામાં આવેલ હતી. જેમાં ભિલોડા તથા મેઘરજ તાલુકાનાં કુલ ૧૩ વિભાગોના અમલીકરણ અધિકારી ઓ હાજર રહેલ. જેમાં માન. ધારાસભ્ય અને માન. પ્રાંત અધિકારી ડો. વી.બી. પટેલ દ્વારા ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA-JGUA) અંતર્ગત આગામી સેવાસેતુ કાર્યક્રમનું કેમ્પ સુવ્યવસ્થિત અને સુચારુ આયોજન કરવા તથા ક્લસ્ટર મુજબના 127 ગામોનું ગેપ એનાલિસિસ કરી આયોજન મેળવવા સૂચના અપાઈ. ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત વિવિધ વિભાગની યોજનાઓ જેવી કે આધારકાર્ડ, આયુષમાન કાર્ડ, મનરેગા, પી.એમ. કિસાન નિધિના લાભોની અમલવારી અંગે માહિતગાર કરવામાં આવ્યા તેમજ તાલુકા કક્ષાએ બ્લોક લેવલ ઇમ્પ્લીમેન્ટેશન ટીમની રચના કરી ગામો વાઇઝ ક્લસ્ટર તૈયાર કરી માન. કલેકટર સાહેબ ના આદેશ મુજબ સેવાસેતુઓનું આયોજન કરવાનું તેમજ તેનો અસરકારક અમલ થાય તે અંગે જણાવાયું તથા આ યોજનાનો વધુમાં વધુ પ્રચાર પ્રસાર તથા આદિજાતિ વિસ્તારના લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ મળે તેમ જણાવાયું.




