NATIONAL

માલેગાંવ બ્લાસ્ટ કેસમાં પ્રજ્ઞા ઠાકુર સહિત તમામ 7 આરોપી નિર્દોષ, 17 વર્ષ બાદ NIAની સ્પેશ્યલ કોર્ટનો ચુકાદો

મહારાષ્ટ્રના માલેગાંવમાં વર્ષ 2008માં થયેલા વિસ્ફોટ મામલે લગભગ 17 વર્ષ બાદ NIAની વિશેષ અદાલતે ચુકાદો આપ્યો છે. માલેગાંવ બ્લાસ્ટ કેસના તમામ 7 આરોપીઓને કોર્ટે નિર્દોષ છોડી મુક્યા છે. મુંબઇની એક સ્પેશ્યલ કોર્ટે માલેગાંવ 2008 બોમ્બ વિસ્ફોટનો કેસ સંભળાવ્યો છે. આ કેસમાં તમામ 7 આરોપીને છોડી મુક્યા છે જેમાં પૂર્વ ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, રિટાયર્ડ મેજર રમેશ ઉપાધ્યાય, સુધાકર ચતુર્વેદી, અજય રાહિરકર, સુધાકર ધર દ્વિવેદી અને સમીર કુલકર્ણી સામેલ હતા.

માલેગાંવ વિસ્ફોટમાં છ લોકોના મોત થયા હતા જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.ભાજપના નેતા અને પૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની સાથે સાથે લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સહિત સાત આરોપીઓને UAPA હેઠળ તેમજ ભારતીય દંડ સંહિતા હેઠળ ગુનાઓ માટે  કેસ ચલાવવામાં આવ્યો હતો

જજે કહ્યું કે માલેગાંવ બ્લાસ્ટની તપાસમાં કેટલીક ખામી હતી, કોર્ટો તમામ ખામીને સ્વીકાર કરી હતી. પંચનામું યોગ્ય રીતે થયું નહતું, ઘટનાસ્થળથી ફિંગરપ્રિન્ટ્સ પણ નથી મળ્યા.માલેગાંવ બ્લાસ્ટને લઇને જજે કહ્યું કે સરકારી પક્ષ આ વાતની પૃષ્ટી કરવામાં સક્ષમ હતું કે બોમ્બ વિસ્ફોટ થયો હતો પરંતુ સરકારી પક્ષ આ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું કે વિસ્ફોટ સ્કૂટરમાં થયો હતો.

NIA કોર્ટમાં સાધ્વી પ્રજ્ઞા સિંહે કહ્યું કે, “મેં શરૂઆતથી જ કહ્યું હતું કે જેમને તપાસ માટે બોલાવવામાં આવે છે તેમની પાછળ કોઈ આધાર હોવો જોઈએ. તેમણે મને તપાસ માટે બોલાવી હતી અને ધરપકડ કરવામાં આવી હતી અને ત્રાસ આપવામાં આવ્યો હતો. આનાથી મારું આખું જીવન બરબાદ થઈ ગયું. હું એક ઋષિનું જીવન જીવી રહી હતી, પરંતુ મને આરોપી બનાવવામાં આવી હતી અને કોઈ પણ સ્વેચ્છાએ અમારી બાજુમાં ઉભું નહોતું. હું જીવિત છું કારણ કે હું સન્યાસી છું. તેઓએ ષડયંત્ર દ્વારા ભગવાને બદનામ કર્યા. આજે, ભગવાનો વિજય થયો છે, અને હિન્દુત્વનો વિજય થયો છે. ભગવાન દોષિતોને સજા કરશે. જોકે, જેમણે ભારત અને ભગવાને બદનામ કર્યા છે તેઓ તમારા દ્વારા ખોટા સાબિત થયા નથી…”

આ ઘટનામાં 2018માં કેસ શરૂ થયો હતો અને 19 એપ્રિલ, 2025માં સમાપ્ત થઇ ગયો હતો. કોર્ટે આ કેસમાં ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. મુંબઇથી લગભગ 200 કિલોમીટર દૂર એક કસ્બામાં 29 સપ્ટેમ્બર 2008માં મસ્જિદ પાસે ઉભેલી એક બાઇક સાથે બાંધેલો વિસ્ફોટક ફાટી ગયો હતો જેમાં છ લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.

Back to top button
error: Content is protected !!