અમદાવાદ સાબરમતી આશ્રમ પાસે દુધાધારી મહાદેવ અને મહર્ષિ દધીચિની તપોભૂમિનો જાણો મહિમા

1 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સૌથી રહસ્યમય અઘોરીદાદા અનોખી સમાધિ, અહીં સિગારેટ ચઢાવવાની થાય છે મનોકામના પૂર્ણ. આ એ જ સ્થાન જ્યાં ઈન્દ્રને પ્રાપ્ત થયું હતું વજ્ર! ભક્તો અઘોર દાદાને ગુલાબનું ફૂલ અને સિગારેટ હજારોની સંખ્યામાં ચડાવવામાં આવે છે.
યોગગુરૂ બાબા રામદેવ પણ આ પવિત્ર ધામ ઉપર આવીને અઘોરી દાદાના દર્શન કર્યા હતા.
ભારતની ભૂમિ એ તો ઋષિઓની તપોભૂમિ રહી છે. આ ધરાએ એવા મહાન ઋષિઓની ભેટ આપી છે કે જેઓ માનવ જાતિના કલ્યાણ અર્થે સ્વયંનું જ બલિદાન દેતા પણ અચકાયા નથી જેમાં સવિશેષ ઉલ્લેખ કરવો પડે મહર્ષિ દધીચિનો દેવતાઓ માટે અસ્ત્ર શસ્ત્રનું નિર્માણ કરવા ઋષિ દધીચીએ સ્વયના જ અસ્થિનું દાન કરી દીધું હતું અને કહે છે કે તે અસ્થિ માંથી જ ઇન્દ્રના વજ્રનું નિર્માણ થયું હતું. જેના દ્વારા દેવરાજે અસુર વૃત્રાસુર નો વધ કર્યો હતો. અમદાવાદના જૂના વાડજ વિસ્તારમાં ગાંધી આશ્રમ અને દાંડી પુલ વચ્ચે એક પ્રાચીન દુધાધારી મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર પરિસરમાં વર્ષો જૂની એક અઘોરી બાબાની સમાધિ પણ આવેલી છે. મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી હિતેશભાઈ સેવક સાથે વાત કરતા તેમને જણાવ્યું કે, અમદાવાદના ગાંધી આશ્રમથી લઈને દાંડી પુલ વચ્ચેના વિસ્તારમાં વર્ષો જૂના દધીચ ઋષિનો આશ્રમ આવેલો છે. જે ઋષિ દધીચિની તપોભૂમિ તરીકે ઓળખાય છે. આ સાથે અહીં એક પ્રાચીન દુધાધારી મહાદેવનું મંદિર પણ આવેલું છે. જેનો ઉલ્લેખ શ્રીમદ ભાગવત ગીતાના દશમા સ્કંધ, શિવપુરાણ અને પદ્મ પુરાણમાં જોવા મળે છે આની સાથે સાથે અહીં વાલકેશ્વર મહાદેવ અને રણછોડરાયનું પણ મંદિર આવેલું છે. પુરાણો અનુસાર આ સ્થળે ઋષિ દધીચીએ વૃત્રાસુર રાક્ષસનો વધ કરવા માટે પોતાના હાડકાનું દાન કર્યું હતું. આ મંદિર પરિસરમાં ઋષિ દધીચિનો એક ધ્રુણો પણ આવેલો છે.આ ચેતન વંતા ધુણાના દર્શનનો મહિમા દુધાધારી મહાદેવના દર્શન જેટલો જ માનવામાં આવે છે. કારણ કે તેના દર્શન માત્રથી લોકોના દુઃખ દૂર થાય છે. આ સિવાય અહીં એક અઘોરી બાબાની સમાધિ પણ આવેલી છે. આ મંદિરમાં અઘોરી બાબાને સિગારેટ ચઢે છે. વધુમાં અહીં ચંદ્રભાગા નદીનું મિલન સાબરમતી નદી સાથે થતું હોવાથી દર વર્ષે અને બ્રાહ્મણો અહીં આવી શાસ્ત્રોકત કર્મકાંડ અને હવન કરે છે. આ ઉપરાંત આ મંદિરનો ખીચડીનો પ્રસાદ પણ ખૂબ વખણાય છે. આ પવિત્ર જગ્યાએ મહાશિવરાત્રી, શ્રાવણ મહિનો, જન્માષ્ટમી જેવા તહેવારો પર વિવિધ ઉત્સવો ઉજવાય છે. દર જન્માષ્ટમી એ અહીં ભરવાડ સમાજના લોકો મોટા પાયે અઘોરી બાબાના દર્શન કરવા આવે છે. જ્યારે સામાન્ય દિવસોમાં આવી અનેક સરકારી અધિકારીઓ, મોટા નેતાઓ, ઉદ્યોગપતિથી લઈને સામાન્ય પરિવારના લોકો અઘોરી બાબા ના દર્શન કરીને અલૌકિક અનુભૂતિ મેળવતા હોય છે.
અમદાવાદના દુધાધારી શિવ મંદિરમાં દર ગુરુવારે હજારોની સંખ્યામાં સિગરેટ ચઢે છે. એના પાછળનું કારણ આ મંદિરમાં વર્ષો જૂની અઘોરી બાબાની સમાધિ છે. ભક્તો આ અઘોરી બાબાની સમાધિએ સિગરેટ ચડાવે છે. એવી માન્યતા છે કે વર્ષો પહેલા સાબરમતીના કિનારે અને મંદિરથી થોડી દુર અઘોરી સાધુ રહેતા એ સમયે ભક્તો અઘોરી સાધુ અફીણ, ગાંજો, ચરસ, ચડાવતા આ પરંપરા લાંબા સમય સુધી ચાલી અને આજે પણ લોકો અઘોરી બાબા સમાધિ એ માનતા રાખે છે. જો કે અન્ય નશાકારક પ્રદાર્થો પર પ્રતિબંધના કારણે અહીં સિગરેટ ચડાવવાનો રિવાજ શરૂ થયો અહીંયા અઘોરી બાબા હાજરા હાજર છે. અહીં દર્શનાથીઓ મોટી સંખ્યામાં આવે છે. અહીં ભક્તો દુઃખ દર્દ હટાવવા માટે પ્રાર્થના કરે છે. આસ્થા રાખનાર ભક્ત અહીં બાબાને સિગારેટ જલાવી પોતાની માનતા પૂર્ણ કરવા આવે છે.




