GUJARATKARJANVADODARA

આમોદ તાલુકાની ધી આછોદ સાર્વજનિક હાઈસ્કૂલ માં શાળાકીય રમતોત્સવ આયોજન કરાયું

ધી આછોદ સાર્વજનિક હાઈસ્કૂલમાં 69 મી અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ આયોજન કરવામાં આવ્યું.

નરેશપરમાર.કરજણ,

આમોદ તાલુકાની ધી આછોદ સાર્વજનિક હાઈસ્કૂલ માં શાળાકીય રમતોત્સવ આયોજન કરાયું

ધી આછોદ સાર્વજનિક હાઈસ્કૂલમાં 69 મી અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ આયોજન કરવામાં આવ્યું.

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા રમત વિકાસ અધિકારી ભરૂચ દ્વારા આયોજિત 69 મી અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવની આમોદ તાલુકાની રમતોનું આયોજન ધી આછોદ સાર્વજનિક હાઈસ્કૂલમાં કરવામાં આવ્યું હતું. શાળાકીય રમતોત્સવમાં કબડ્ડી, ખો ખો, વોલીબોલ અને એથ્લેટિક્સ ની રમતો અંદર-14 -17-19 વિભાગમાં ભાઈઓ અને બહેનો બંને માટે રાખવામાં આવી હતી. આ શાળાકીય રમતોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે સરકારી માધ્યમિક શાળા કુરચણના ઇન્ચાર્જ આચાર્ય શ્રીમતી નફીસાબેન તેમજ આમોદ તાલુકાના તમામ વ્યાયામ શિક્ષકો અને ખૂબ જ મોટી સંખ્યામાં વિવિધ શાળાઓમાંથી વિદ્યાર્થી ખેલાડીઓ હાજર રહ્યા હતા. આ ઉદ્ઘાટન પ્રસંગે શાળાના આચાર્યશ્રી ઉસ્માન સુતરીયા સાહેબે ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત કરી પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું જેમાં રમત દ્વારા વિદ્યાર્થીઓના તન અને મનની તંદુરસ્તી સાથે સર્વાંગી વિકાસ થાય તે બાબત ઉપર ખાસ ધ્યાન દોર્યું હતું. આ ઉપરાંત ખેલાડીઓને રમતોમાં ઉત્તમ કૌશલ્ય દર્શાવી ઉત્તરોત્તર પ્રગતિ કરી આમોદ તાલુકાનું નામ જિલ્લામાં રોશન કરવા આહવાન કર્યું હતું. કબડ્ડી- ખોખો વોલીબોલ અને એથલેટિક્સની રમતોમાં આમોદ તાલુકાની મોટાભાગની શાળાઓ માથી ખૂબ જ મોટી સંખ્યામાં ખેલાડીઓએ ઉપસ્થિત રહી પોતાના સુંદર કૌશલ્ય દ્વારા વિવિધ રમતોમાં ખેલદીલી પૂર્વક રમત રમી પોતાની ટીમને જીતવવા માટે પ્રયત્નો કર્યા હતા.રમતના અંતે દરેક રમતોમાં કૌશલ્યપૂર્ણ ખેલાડીઓની પસંદગી કરી આમોદ તાલુકાની ટીમો બનાવી હતી જે ટીમો જિલ્લા કક્ષાએ આમોદનું પ્રતિનિધિત્વ કરશે. આ તમામ રમતોમાં ટેકનીકલ ઓફિસિયલ્સ તરીકે વિવિધ શાળાઓના વ્યાયામ શિક્ષકોએ ખૂબ જ સુંદર રીતે પંચ કાર્ય પૂર્ણ કર્યું હતું અને પરિણામ પણ તૈયાર કર્યું હતું. શાળાના આચાર્યશ્રી અને આમોદ તાલુકા રમત ગમત કન્વીનર શ્રીઉસ્માન સુતરીઆ સાહેબે તમામ વ્યાયામ શિક્ષક મિત્રોનો અને રમતગમતમાં સાથ આપનાર તમામ અધિકારીઓ, શિક્ષકો અને વ્યક્તિઓનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. ખૂબ જ સુંદર અને સફળતાપૂર્વક આયોજન કરવા બદલ જિલ્લા રમત ગમત અધિકારી શ્રી રાજન ગોહિલ સાહેબે ધી આછોદ સાર્વજનિક હાઇસ્કુલના આચાર્યશ્રી ઉસ્માન સુતરીયા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!