હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમા થયેલ ઘરફોડ ચોરીના ગુન્હા નો ભેદ ઉકેલી કુલ કિ.રૂ.૧,૩૨,૩૧૨/-ના મુદ્દામાલ સાથે ગણતરીના દિવસોમા પકડી પાડતી હિમતનગર ગ્રામ્ય પોલીસ.

અહેવાલ:- પ્રતિક ભોઈ
હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમા થયેલ ઘરફોડ ચોરીના ગુન્હા નો ભેદ ઉકેલી ચોર ઈસમોને ચોરી મા ગયેલ મુદ્દામાલ તથા ગુન્હામાં વપરાયેલ રીક્ષા મળી કુલ કિ.રૂ.૧,૩૨,૩૧૨/-ના મુદ્દામાલ સાથે ગણતરીના દિવસોમા પકડી પાડતી હિમતનગર ગ્રામ્ય પોલીસ.
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબે સાબરકાંઠા જિલ્લામા ઘરફોડ ચોરી તથા અનડીટેકટ ગુન્હા શોધી કાઢવા સાર સુચના આપેલ હોય જે સંદર્ભે વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ.કે.પટેલ હિંમતનગર વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ અમો પો.ઇ એચ.આર. હેરભા તથા પોલીસ સ્ટાફના માણસો આ દિશામા સતત વોચ તપાસ મા કાર્યરત રહેલ હોઈ જે સંદર્ભે તા.૩૧/૦૭/૨૦૨પ ના રોજ અમો તથા સર્વેલન્સ ટીમના માણસો સાથે અત્રેના હિમતનગર ગ્રામ્ય પોસ્ટે એ પાર્ટ ગુ.ર નં ૧૧૨૦૯૦૧૭૨૫૦૬૫૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા -૨૦૨૩ ની કલમ ૩૩૧(૩) (૪),૩૦૫,૫૪ ના કામે ગુન્હા વાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી ચેક કરી અને ખાનગી બાતમીદારોને આવા કોઈ ચોર ઈસમો બાબતે માહીતી મેળવવા સર્વેલન્સ ટીમને સુચન કરેલ તેમજ સર્વેલન્સ ટીમ આ દિશામાં તપાસમા હતી તે દરમ્યાન અપોકો જીતેન્દ્રકુમાર ગોવિંદભાઈ તથા કુલદીપકુમાર અજયભાઈ નાઓને અંગત બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે કિફાયતનગર ખાતે રહેતા ત્રણ ઈરામો સી.એન.જી.રીક્ષા નં GJ-27-TB-4642 ની માં ચોરીનો સામાન ભરી કિફાયતનગરથી આર.ટી.ઓ.કચેરી તરફ જનાર છે.જે બાતમી હકિકત આધારે વોચ તપાસમા હતા તે દરમ્યાન ઉપરોકત બાતમી હકીકતવાળી રીક્ષા આવતા તેને રોકી સદર રીક્ષામા જોતા ત્રણ ઈસમો બેસેલ હોય તેમજ સદરી ટીકાના પાછળના ભાગે જેતા એક પ્લાસ્ટીકના કોથળામાં તેમજ એક કપડાના પોટલામાં શંકાસ્પદ સામાન હોય જે ખોલી અંદર જોતા ઘરવખરી તેમજ તાંબા-પીત્તળના વાસણો ભરેલ હોય જે શંકાસ્પદ સામાન બાબતે ત્રણેય ઈસમને પુછતા કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય જે ત્રણેય ઈસમનુ વારાફરતી નામઠામ પુછતા જેમાં ડ્રાઇવર સીટમાં બેસેલ ઈસમનુ નામહામ પુછતા પોતાનું નામ (૧).મોહમદ સીરાજ મોહમદહુસૈન ફકીર ઉ.વ.૨૫ રહે.મનસુરી સોસાયટી કિફાયતનમાં સવગઢ તા.હિમતનગર જી.સાબરકાંઠાનો હોવાનું જણાવેલ છે તેમજ તેની બાજુમાં બેસેલ ઈસમનુ નામઠામ પુછતા પોતાનુ નામ (૨) સમદમીયા ઉર્ફે લાલા મુસ્તુફાર્મિયા બાબુમીયા શેખ ઉંવ ૨૦ રહે. ઈકરા મસ્જીદ ની સામે કિફાયતનગર સવગઢ તા. હિમતનગર જી.સાબરકાંઠા નો જણાવેલ છે તેમજ પાછળ બેસેલ ઈસમનુ નામઠામ પુછતા પોતાનું નામ (3) આમીન શબ્બીરભાઈ મેમણ ઉવ ૨૦ રહે. ઈકરા મસ્જીદ ની સામે કિફાયતનગર સવગઢ તા.હિમતનગર જી.સાબરકાંઠા નો હોવાનું જણાવેલ સદરી રીક્ષામાં એક પ્લાસ્ટીકના કોથરામાં તેમજ એક કપડાના પોટલામાં ભરેલ શંકાસ્પદ સામાન બાબતે ત્રણેય ઈસમોને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રવૃતિપુર્વક પુછતા સદર સામાન આજથી સાત દિવસ પહેલા રાત્રી દરમ્યાન કિફાયતનગર ખાતે કેનાલ નજીક આવેલ મૈયુદીનભાઈ દિવાનના બંધ ઘરમાં ચોરી કરેલાનું જણાવતા હોય જેથી સદરી ઈસમોને ગુન્હાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આમ, ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચોર ઈસમોને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ગણતરીના દિવસોમા પકડી પાડી ગુન્હો ડીટેક્ટ કરવામાં સફળતા મળેલ છે.
આરોપીનુ નામ :- (૧) સમદમીયા ઉર્ફે લાલા મુસ્તુકાર્મિયા બાબુમીયા શેખ ઉવ ૨૦ ધંધો-ડ્રાઈવીંગ રહે. ઇસરા મરજીદ ની સામે કિફાયતનગર સવગઢ તા.હિમતનગર જી.સાબરકાંઠા (૨).મોહમદ સીરાજ મોહમદહુસૈન ફકીર ઉવ ૨૫ ધંધો-ડ્રાઇવીંગ રહે મનસુરી સોસાયટી કિફાયતનગર રાવગઢ તા.હિમતનગર જી.સાબરકાંઠા (૩) આમીન શબ્બીરભાઈ મેમણ ઉવ ૨૦ ધંધો-નોકરી રહે. ઇકરા મરજીદ ની સામે કિફાયતનગર સવગઢ તા.હિમતનગર જી.સાબરકાંઠા
આરોપી સમદમીયા નો ગુનાહીત ઇતીહાસ :-
(1). હિંમતનગર ગ્રામ્ય પોસ્ટે પાર્ટ એ ગુ.ર.નં-૧૧૨૦૯૦૧૭૨૪૦૭૩૮/૨૦૨૪ ભારતીય ન્યાય સંહીતા -૨૦૧૩ ની કલમ-૧૩૭(૨),૮૭,૬૪, (૧), (૨)(આઈ), (એમ) તથા પોક્સો એક્ટ કલમ-૪૫,(એલ),૭, ૧૧, (૪), ૧૨ (૨) હિમતનગર ગ્રામ્ય પોસ્ટે પાર્ટ એ ગુ.ર. નં-૧૧૨૦૯૦૧૭૨૩૦૯૫૮/૨૦૨૩ ઈપીકો કલમ .૩૭૯
કામગીરી કરનાર અધિ/કર્મચારી:-
૧) એચ.આર.હેરભા પોલીસ ઇન્સપેક્ટર
(2) અહેકો ચિરાગભાઇ ભીખાભાઈ
(3) અપોકી જીતેન્દ્રકુમાર ગોવિંદભાઈ
(૪) આપોકો કુલદીપકુમાર અજયભાઈ
(૫) આપોકો ઘનશ્યામસિંહ લક્ષ્મણસિંહ
(૬) અપોકો રણજીતસિંહ જસવંતસિંહ






