GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા વિવિધ બાગબગીચાઓનું સમારકામ કાર્ય શરૂ કરવામાં આવ્યું 

 

MORBI:મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા વિવિધ બાગબગીચાઓનું સમારકામ કાર્ય શરૂ કરવામાં આવ્યું

 

 

MORBI:મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા મોરબી શહેર હદ વિસ્તારમાં વસવાટ કરતી જાહેર જનતાની આરામદાયક અને આરોગ્યપ્રદ જીવનશૈલીને ધ્યાને લઇને વિવિધ બાગબગીચાઓનું સમારકામ કાર્ય શરૂ કરવામાં આવેલ છે. આ અંતર્ગત મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ સુરજબાગ અને શંકર આશ્રમ ખાતેના બાલક્રીડાંગણમાં સાધનો યોગ્ય રીતે રીપેરીંગ કામ તથા કલર કામ કરી તેમનો પુનઃ ઉપયોગ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.

આ સાથે મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરની જાહેર જનતાની આવશ્યકતાઓ અને સુવિધાઓને ધ્યાને લઇ બાગબગીચાઓના સર્વાંગી વિકાસ માટે જરૂરી તમામ પ્રકારના પગલાં લેવામાં આવશે. જેમાં નવીન બાલક્રીડાંગણના સાધનોની સ્થાપના તથા જરૂરી સંયોજન કાર્ય સહિતના પ્રયાસો અનુરૂપ રીતે અમલમાં લાવવામાં આવશે.

Back to top button
error: Content is protected !!