MORBI:મોરબી મહાનગરપાલિકાની ઈલેક્ટ્રીક શાખા દ્વારા લાઇટિંગની સુવિધામાં સુધારો લાવવા ના અનેક પ્રકાર ના પ્રયાશો હાથ ધરવામાં આવ્યા

MORBI:મોરબી મહાનગરપાલિકાની ઈલેક્ટ્રીક શાખા દ્વારા લાઇટિંગની સુવિધામાં સુધારો લાવવા ના અનેક પ્રકાર ના પ્રયાશો હાથ ધરવામાં આવ્યા
મોરબી મહાનગરપાલિકા ઇલેક્ટ્રિક શાખા દ્વારામોરબી મહાનગરપાલિકાના મહત્વપૂર્ણ સ્થળોએ લાઇટિંગની સુવિધામાં સુધારો લાવવા ના અનેક પ્રકાર ના પ્રયાશો હાથ ધરવામાં આવ્યા છે. આ હેઠળ,મોરબી શહેરના મહત્વ ના ચોરહ રસ્તાઓ પર હાઈમાસ્ટ પોલ રિપેરીંગ કરી અને જરૂર જણાએ નવું મટિરિયલ નાખી ચાલુ કરવામાં આવેલ છે આ બાબતે વધારા માં રવાપર ચોકડી પર નો હાઈમાસ્ટ પોલ ભક્તિ નગર સર્કલ પર સ્થિત હાઈમાસ્ટ પોલ, માળીયા ફાટક પાસેનો હાઈમાસ્ટ પોલ અને બડીવીજન પોલીસ સ્ટેશન સામે નો હાઈમાસ્ટ પોલ ચાલુ કરી આપવામાં આવેલ છે આગામી સમય માં મોરબી મહાનગરપાલિકા ના જાહેર રસ્તાઓ પર તેમજ હદ વિસ્તારોમાં લાઇટો નાખી ચાલુ કરવામાં આવશે, જેથી રાત્રિના સમયે પણ તેનું સૌંદર્ય ઉજાગર થઈ શકે. તદુપરાંત, મોરબી મહાનગરપાલિકાની હદમાં આવેલા તમામ મુખ્ય રસ્તાઓ પર જરૂરીયાત મુજબ લાઇટો નાખી આપવામાં આવશે. અને જરૂર જણાએ હાઈમાસ્ટ ટાવર સ્થાપવા માં આવશે આ બાબતે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે.આ કામગીરીથી મોરબીના માર્ગો અને ચોરાસ્થાઓ વધુ સુરક્ષિત બનશે તેમજ રાત્રે વાહન ચાલકોને સહુલિયત મળશે. મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટ સતત ચાલુ રહે તે માટે પણ યોગ્ય આયોજન કરાયું છે.






