
કેશોદ તાલુકાના ખમીદાણા ગામમાં ગુમ થયેલ સુમરીબેન ના ન્યાય માટે કેશોદ ખાતે મૌન રેલી તેમજ ડે.કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું, બે માસથી ગુમ થયેલા કેશોદ ના ખમીદાણા ગામના સુમરીબેન ના પરિવાર દ્વારા ન્યાય માટે ની માંગણી સાથે કોળી સમાજ તથા અન્ય સમાજના લોકો દ્વારા મોન રેલી કાઢવામાં આવી અને કેશોદ ડેપ્યુટી કલેકટરશ્રી ને એક આવેદન પત્ર પાઠવ્યું હતું કેશોદ તાલુકા ખમીદાણા ગામના સુમરીબેન રામદેભાઈ બારિયા છેલ્લાં બે માસ જેવો સમયથી ગુમ થઈ ગયા છે અને આ બાબતની પોલીસ ને જાણ કરવામાં આવી હોવા છતાં આજ દીન સુધી તેમનો કોઈ પતો લાગ્યો નથી ત્યારે ગુમ થયેલ સુમરીબેન ના પરિવાર દ્વારા ન્યાય ની માંગણી સાથે રેલી કાઢી કેશોદ ડેપ્યુટી કલેકટરશ્રી ને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને ન્યાય ની માંગણી કરવામાં આવી છે
બાયલાયન :- અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ




