GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ ખાતે રાજ્ય કક્ષાની સુબ્રોતો મુખરજી અન્ડર-૧૭ ફૂટબોલ સ્પર્ધા યોજાઈ

તા.૨/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
વિજેતા ટીમ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
Rajkot: રાજકોટ ખાતે રાજ્ય કક્ષાની સુબ્રોતો મુખરજી અન્ડર-૧૭ ભાઈઓ માટેની ફૂટબોલ સ્પર્ધા યોજાઈ હતી.
ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી રાજકોટ સંચાલિત રાજ્ય કક્ષાની આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યના ૩૨ જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં SAG ફુટબોલ એકેડમી ચેમ્પિયન બની હતી, તેમજ વડોદરા શહેર ટીમ રનર્સ-અપ બની હતી. ચેમ્પિયન ટીમ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. ચેમ્પિયન ટીમને જિલ્લા રમતગમત અધિકારી શ્રી વી.પી.જાડેજાએ અભિનંદન પાઠવી અન્ય ટીમોને પણ પ્રોત્સાહિત કરી હતી.




