GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: નારી વંદના ઉત્સવ : મહિલા સુરક્ષા દિવસ: રાજકોટમાં સનશાઈન કોલેજ ખાતે વિદ્યાર્થીઓને મહિલાલક્ષી યોજનાઓની જાણકારી અપાઈ
તા.૨/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા ‘નારી વંદના ઉત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત ‘મહિલા સુરક્ષા દિવસ’ નિમિત્તે રાજકોટ જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા સાયબર ક્રાઇમ કચેરી તથા શી ટીમના સહયોગથી સનસાઈન કોલેજ ખાતે વિદ્યાર્થીઓને ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇનની કામગીરી અને એપ્લિકેશન વિશે માહિતી આપવામાં આવી હતી. કાઉન્સેલર શ્રી શિતલબેન સરવૈયાએ મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓ અને કાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. આ તકે અભયમ્ ટીમનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.