NAVSARIVANSADA

નવસારીના વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારની શાળાઓની પ્રીત ફાઉન્ડેશનના પ્રીતિબેને મુલાકાત લીધી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પ્રીત ફાઉન્ડેશનના પ્રીતિબેન માલોએ ઉઠાવેલી મુહિમ “એક રોટી ગાય કે નામ ” શાળાઓમાં સફળ થઈ છે

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અંતરિયાળ  વિસ્તારના માનવીની સતત ચિંતા કરતી તેમજ આદિવાસી વિસ્તારની દીકરીઓને ભણવામાં અગ્રેસર કરવા માટે પ્રીત ફાઉન્ડેશન અને એમના સ્થાપક પ્રીતિબેન માલો સતત પ્રયાસો કરી અંતરિયાળ વિસ્તારની મુલાકાત લેતા હોય છે જેમાં પાંચ વર્ષથી પ્રીત ફાઇન્ડેશન  સતત કાર્યરત અને નવસારી જિલ્લાના દરેક પ્રાથમિક શાળાઓમાં દર શુક્રવારે “એક રોટી ગાય કે નામ ” ની શરૂવાત કરી ગાયમાતા પ્રત્યેની દયાભાવના દર્શાવી બાળકોને ગાય માતાની સેવા કરવા પ્રેરિત કરી રહ્યું છે પ્રીત ફાઉન્ડેશનના પ્રીતિબેન માલો દ્વારા વાંસદાના અંતરિયાળ વિસ્તારનો પ્રાથમિક શાળાઓ આંબાપાણી, વાંગણ,રાયબોર જેવી અનેક શાળાઓમાં જઈ ગરીબ આદિવાસી દીકરીઓને ભણવા માટે જાગૃત કરી સમાજમાં દીકરીઓ પણ  સમાજમાં અનેક ક્ષેત્રે આગળ આવે અને માતાપિતાનું નામ રોશન કરે તેમજ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન “બેટી પઢાવો બેટી બચાવો” સૂત્રને પ્રીત ફાઇન્ડેશનના પ્રીતિબેન માલો દ્વારા સાર્થક કરવા માટે બીડુ ઝડપ્યું હોય એમ એમના દ્વારા અંતરિયાળ વિસ્તારમાં સતત વિચરણ કરી દીકરીઓના ઉત્થાન માટેના અનેક પ્રયાસો કરવામાં ફાઇન્ડેશન અગ્રેસર રહેતું હોય છે તેમજ વાંસદાની શાળાઓની મુલાકાત કરી બાળકોને બેગ,નોટ અને ભણતર માટેની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ આ ફાઉન્ડેશન દ્વારા તહેવારોમાં અનેક શાળાઓની મુલાકાત લઈ શાળાના બાળકો સાથે સમય વિતાવી એમની સમસ્યાઓ જાણી એમને અનેક પ્રકારે મદદરૂપ થઈ રહ્યા છે તેમજ વાંસદા ખાતે પ્રીત ફાઉન્ડેશનની કામગીરીને પ્રીતિબેન રાકેશભાઈ શર્મા દ્વારા ખૂબ મદદરૂપ થઇ રહ્યા છે તેમજ આ પ્રસંગે વાંસદા અંધજન શાળામાં પ્રીતિબેન માલો દ્વારા બાળકો સાથે પ્રીતભોજન પણ લીધું હતું

Back to top button
error: Content is protected !!