BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર ચેરિટી કમિશનરે જાહેર ટ્રસ્ટોના પડતર પ્રશ્નો માટે ઝુંબેશ ચલાવી જાહેર ટ્રસ્ટોના પડતર કેસોનો નિકાલ કર્યો

2 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુર ચેરિટી કમિશનરે જાહેર ટ્રસ્ટોના પડતર પ્રશ્નો માટે ઝુંબેશ ચલાવી જાહેર ટ્રસ્ટોના પડતર કેસોનો નિકાલ કર્યોપ્રવર્તમાન સમયમાં શિક્ષણ, સેવા અને આરોગ્ય ક્ષેત્રે વિવિધ કામગીરી કરતા જાહેર ટ્રસ્ટ માં સમયાંતરે કેટલાક ફેરફાર કરવાની જરૂર પડતી હોય છે. જેમાં નવા નિયમોને આધીન રહીને કામગીરી કરવામાં ઘણીવાર વહીવટી કામ બાબતે ગૂંચ ઊભી થતી હોય છે. કેટલીક વાર તેમાં જરૂરી આધારભૂત કાગળો ના હોવાના કારણે અને અપૂરતી સમજના કારણે આ કામમાં વિલંબ થતો હોય છે. ત્યારે આવા ટ્રસ્ટો ના પડતર કામો માટે બનાસકાંઠા જિલ્લામાં કાર્યભાર સંભાળતા ચેરિટી કમિશનરે એક અનોખી ઝૂંબેશ ચલાવી માત્ર એકજ દિવસમાં 158 કેસનો હકારાત્મક નિકાલ કરવામા આવ્યો છે
બનાસકાંઠાના ચેરિટી કમિશનર પી.કે. રાવલના જણાવ્યા પ્રમાણે જિલ્લામાં ઘણા બધા ટ્રસ્ટો આવેલા છે. અને મોટા ભાગના ટ્રસ્ટ સેવાકીય કામગીરી કરી રહ્યા છે. એમના ટ્રસ્ટના સુચારુ વહીવટ માટે ટ્રસ્ટ જરૂરી કામગીરી જેવી કે, નવા ટ્રસ્ટ બનાવવા, ટ્રસ્ટીઓના ફેરફાર રિપોર્ટ મંજૂર કરવા, તેમજ ટ્રસ્ટમાં જરૂરી સુધારા વધારા જેવી કામગીરી એક જ જગ્યાએ સિંગલ વિન્ડોથી થાય તે માટે બનાસકાંઠા ચેરિટી કચેરીમાં સોમવારે ઝુંબેશ કાર્યકમ રાખવામાં આવ્યો હતો. જેમાં ટ્રસ્ટને લગતા પેન્ડિંગ કામ એજ દિવસે પૂરા કરવામાં આવ્યા હતા. તેમાં માત્ર એકજ દિવસમાં 158 જેટલા કામોનો સ્થળ પર જ હકારાત્મક અભિગમ અપનાવીને બિન તકરારી કેસોની ઝુંબેશ ચલાવી નિર્ણય લઈ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. એક સાથે ઘણા બધા પ્રશ્નોના નિરાકરણ એકજ સ્થળે કરવામાં આવતા વિવિધ સંસ્થા અને ટ્રસ્ટનાં પદાધિકારીઓએ તેમજ ટ્રસ્ટીઓએ મદદનીશ ચેરિટી કમિશનરના આયોજનને બિરદાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!