GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ગુજરાતની પ્રી-પ્રાઇમરી સ્કૂલોમાં બાળકોના પ્રવેશ માટે વયમર્યાદા બદલાઈ

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના સરળ અમલીકરણ માટે ગુજરાત સરકાર દ્વારા શાળા શિક્ષણ ટાસ્ક ફોર્સ સમિતિની રચના કરવામાં આવી. જેના હેઠળ ગુજરાત સરકાર દ્વારા પ્રી-પ્રાઇમરી શાળાઓ માટેના નિયમોમાં મહત્ત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. જેમાં બાળકોને સિનિયર, જુનિયર, બાલવાટિકા સહિતની વયમર્યાદાને લઈને નવા નિયમો લાગુ કરાયા છે.

રાજ્યના શિક્ષણ વિભાગ મુજબ, જુનિયર, સિનિયર અને બાલવાટિકમાં બાળકોના પ્રવેશ માટે વયમર્યાદામાં ફેરફાર કરાયો છે. જેમાં 4 વર્ષ પૂર્ણ ન કરેલા બાળકને જુનિયર કે.જી.માં, 4 વર્ષ અને 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સિનિયર કે.જી.માં અને 5 વર્ષ પૂર્ણ થાય હોય, પણ 6 વર્ષ પૂર્ણ ન થયા હોય તેવા બાળકોને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે.

શિક્ષણ વિભાગના નવા નિયમો અનુસાર, સંસ્થાએ શૈક્ષણિક વર્ષની શરુઆતમાં વાલી શિક્ષણ મંડળ(પેરેન્ટ્સ ટીચર ઍસોસિએશન-PTA)ની રચના કરવી જોઈએ. જેમાં 12 સભ્યો રહેશે. જેમાં ઓછામાં ઓછા 75 ટકા માતાપિતા અને શિક્ષકો રહેશે. આ પછી ત્રિમાસિક ગાળામાં મિટિંગ યોજવી અને તેનો રિપોર્ટ તૈયાર કરવાનો થશે.

શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ, ગુજરાતમાં આવેલી હયાત તથા નવી શરુ કરવામાં આવનાર તમામ બિન અનુદાનિત પૂર્વ-પ્રાથમિક સંસ્થા (Private Pre-primary school)એ ફરજિયાત નોંધણી કરવાની રહેશે. જેમાં સેલ્ફ-ડિક્લેરેશન સાથે 10 હજાર રજિસ્ટ્રેશન ફી ભરીને dpe-preprimaryreg.gujarat.gov.in વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરીને નોંધણીનું પ્રમાણપત્ર મેળવી શકાશે.

 

Back to top button
error: Content is protected !!