BANASKANTHAGUJARATPALANPUR
આદર્શ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વિસનગર ના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા નેશનલ લેવલ સેમિનારમાં ભાગ લેવામાં આવ્યો
3 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આદર્શ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વિસનગર ના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા નેશનલ લેવલ સેમિનારમાં ભાગ લેવામાં આવ્યો શ્રી વી.આર. પટેલ કોલેજ ઓફ કોમર્સ, મહેસાણા દ્વારા “Structured Pathways to Effective Research and Project Writing” વિષય પર વન ડે નેશનલ લેવલ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આદર્શ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વિસનગરના વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને રિસર્ચ પેપર અને રિસર્ચ પ્રોજેક્ટ કેવી રીતે તૈયાર કરવા તેનાથી માહિતગાર કરવામાં આવ્યા. તેમજ આજના યુગમાં રિચર્ચ કેટલું અને કેમ મહત્વનું છે તેના વિશે પણ તજજ્ઞો દ્વારા માહિતી આપવામાં આવી હતી.