
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં સાપુતારા ખાતે આવેલ લેકવ્યુ હોટેલમાં લગ્ન પ્રસંગ કરવા માટે રૂમ અને લોન્સ બુક કરવામાં આવી હતી. જોકે આ લગ્ન પ્રસંગ દરમિયાન કન્યાદાન આપવા માટેના સોના ચાંદીના દાગીના સહિત ૪.૬૫ લાખ રૂપિયાના મુદ્દામાલની બેગ એક યુવક ત્યાંથી લઈ ગયો હતો ,જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.ત્યારે આ અજાણ્યા ચોર ઈસમ દ્વારા સોના ચાંદીની બેગ ક્ષણભરમાં જ ગાયબ કરી દેતા ચકચાર મચી જવા પામી હતી અને સમગ્ર મામલો સાપુતારા પોલીસ મથકે પહોંચ્યો હતો.ત્યારે આખરે સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલ દ્વારા આ ગુનામાં સંડોવાયેલ “કડીયા સાંસી ગેંગ”ના એક સાગરીતને ઝડપી પાડ્યો છે.નર્મદા જિલ્લાના દેડિયાપાડા ગામ ખાતે રહેતા હરીશભાઈ મોતીભાઈ અગ્રવાલની દીકરી પાયલના તા.૦૨/૦૨/૨૦૨૫ ના રોજ લગ્ન હોય, હરીશભાઈ એ દીકરીના લગ્નના કન્યાદાનમાં આપવા માટે ભરૂચ ખાતેથી સોના ચાંદીના દાગીનાની ખરીદી કરી હતી.અને તા.૦૧/૦૨/૨૦૨૫ અને તા. ૦૨/૦૨/૨૦૨૫ ના રોજ સાપુતારા લેકવ્યુ હોટલમાં રૂમ અને લગ્ન પ્રસંગ કરવા માટે લોન્સ બુક કરાવેલ હતી. અને હરીશભાઈ અગ્રવાલ પરીવાર સાથે તા.૦૧/૦૨/૨૦૨૫નાં રોજ સાપુતારા લેકવ્યુ હોટલ ખાતે આવી ગયેલ હતા.તે જ દિવસે સાંજ ના છ વાગ્યે દીકરી પાયલ અને લવકુમાર રાજેન્દ્રકુમાર અગ્રવાલ સાથે સાપુતારા લેકવ્યુ હોટલ ખાતે સંગીત અને અન્ય પ્રસંગો રાખેલ હતા.જે બાદ તા.૦૨/૦૨/૨૦૨૫ ના રોજ જમાઇ લવ કુમારની મોસાળ વીધી રાખેલ હતી. અને મોસાઇ વીધી પછી જમાઇ લવકુમારની લેકવ્યુ હોટલની બહાર રસ્તા ઉપરથી વરઘોડો લેકવ્યુ હોટલમાં આવતા સમાજના રીતી રીવાજ મુજબ જમાઇ લવકુમાર રાજેન્દ્રકુમારના વર ઘોડાનુ અને જાનૈયાઓનું સ્વાગત કરેલ અને ત્યાર પછી સમાજના રીતી રીવાજ મુજબ રાત્રિના આશરે સાડા દશેક વાગ્યે વરમાળા પહેરાવવા માટે સ્ટેજ પોગ્રામનું આયોજન કરેલ હતુ.તે વખતે હરિશભાઈની પત્ની સ્ટેજની સાથે દીકરી પાયલને કન્યાદાનમાં આપવા માટે એક બેગમાં લઈ આવેલ સોના ચાંદીના દાગીના જેમા (૧)સોનાની ચેઇન ( જેની કિંમત રૂપિયા ૮૩,૮૮૩/- ),(૨)સોનાનુ પેડલ ૨.૫૦૦ ગ્રામ ( જેની કિંમત રૂપિયા ૨૦,૭૧૫/- ), (૩)કોમ્બો સોનાની કાનની બુટી ( જેની કિંમત રૂપિયા ૪૩,૬૪૬/-), (૪)સોનાનો હાર (નેકલેશ) ૧૩.૫૩૦ ગ્રામ ( જેની કિંમત રૂપિયા ૧,૦૪૩૪૫/- ) (૫)સોનાનુ છડા (જેની કિંમત રૂપિયા ૪૦,૭૭૧/-), (૬)ચાંદીના ઝાંઝર (જેની કિંમત રૂપિયા૫૦૦૦/- ) તથા (૭)ચાદીના સિકકા જેમા ૫ ગ્રામના નંગ-૧૫ તથા ૧૦ ગ્રામ નો એક સિક્કો બન્ને મળી ૮૫ ગ્રામ (જેની કિંમત રૂપિયા ૮૫૦૦/- ),(૮) ચાંદીની ગાય ૧૯.૫ ગ્રામ જેની કિંમત રૂપિયા ૨૦૦૦/- (૯) એક કવર માં દીકરીને કન્યાદાનમાં આપવા ૫૧૦૦૦/- રોકડા તથા (૧૦) લગ્નના કામ માટે રૂપિયા બેગમાં રાખેલ ૧,૦૦,૦૦૦/-રૂપીયા રોકડા તેમજ (૧૧) એક VIVO V20 મોબાઇલ ફોન જેની કિંમત રૂપિયા ૫૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ.૪,૧૫, ૨૬૦/- નો હતો. તે બેગ હરીશભાઈ પાસે હતી અને હરીશભાઈ ની પત્ની તેમની બાજુની ખુરશી ઉપર બેસેલ હતી. અને દીકરી વરમાળાના પ્રસંગ વખતે લાઇટીંગ શો થતા હરીશભાઈ પાસેનો સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપીયા અને મોબાઈલ મુકેલ બેગ ખુરશી ઉપર મુકી પત્નીને કહેલ કે, “આ બેગ સંભાળો હું આગળ દીકરી પાસે જાવુ છુ .”તેમ કહી આગળ ગયેલ હતો તેના બે મીનીટ પછી પત્નીએ હરીશભાઇ ને કહેલ કે, દીકરીને કન્યાદાનમાં લાવેલ સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપીયા અને મોબાઈલ મુકેલ તે બેગ ખુરશી ઉપર નથી.જેથી બન્ને પતિ-પત્નીએ લગ્ન પ્રસંગમાં આવેલ અમાસ અને વર પક્ષના મહેમાન પુછતા સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપીયા અને મોબાઈલ મુકેલ બેગ મળી આવેલ નહી કે કોઇને બેગ જોવામાં આવેલ નહી હોવાનુ જણાવેલ હતુ.જેથી લેક્વ્યુ હોટલના સી.સી..ટી.વી. કેમેરા તથા વર પક્ષ તરફથી લાવેલ ડ્રોન કેમેરાના સી.સી.ટી.વી. કેમેરા ફૂટેજ જોતા પત્નીની પાછળની ખુરશી ઉપર બેસેલ એક સફેદ શર્ટ અને કાળુ પેન્ટ પહેરેલ તથા ખભા ઉપર બ્લેઝર મુકેલ એક અજાણ્યો પુરૂષ ઉમર આશરે ૨૦ થી ૨૫ નો પુરૂષ સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપીયા તેમજ મોબાઇલ મુકેલ બેગ ખુરશી ઉપરથી ચોરી કરી લઈ હોટલમાંથી બહાર જતો જોવામાં આવેલ હોય.ત્યારે ચોરીને લઈને હરીશભાઈ અગ્રવાલ એ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી .જે ફરિયાદના આધારે સાપુતારા પોલીસે તપાસ શરૂ કરી હતી.અને સાપુતારા પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ.પટેલ તથા સર્વ સ્ટાફ દ્વારા હ્યુમન રિસોર્સ તથા ટેકનિકલ એનાલિસિસની મદદથી આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને આ ગુનામાં સંડોવાયેલ કડિયા સાંસી ગેંગના સાગરીત સુમિત કુંદન સિસોદિયા (રહે. કડીયા સાંસી, પોસ્ટ.બોડા, તા. પાંચોરે જી.રાજગઢ, મધ્યપ્રદેશ)ને ઝડપી પાડ્યો હતો.ઉલ્લેખનીય છે કે આ સુમિત કુંદન સિસોદિયા દ્વારા આ પ્રકારે અનેક જગ્યાએ ચોરીને અંજામ આપવામાં આવેલ હોય ત્યારે અલગ અલગ રાજ્યોમાં અંદાજે 14 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા હોય તેવુ સાપુતારા પોલીસ પાસેથી જાણવા મળી રહ્યુ છે..





