વિજાપુર રામબાગ રાધાકૃષ્ણ મંદિર ખાતે શિવ મહા પુરાણ કથા સપ્તાહ ના પૂર્ણાહુતિ કાર્યક્રમ મા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે હાજરી આપી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર રામબાગ રાધા કૃષ્ણ મંદિર ખાતે છેલ્લા અઠવાડિયા થી શ્રાવણ માસના પવિત્ર મહિના ને લઇને શિવ મહા પુરાણ કથા નુ યજમાન શ્રીમતી કમળા બેન જગન્નાથ ભાઈ દ્વારકા દાસ પટેલ અને શ્રીમતી નિરૂબેન અલ્પેશ કુમાર જગન્નાથ ભાઈ પટેલ દ્વારા આયોજન કરવા મા આવ્યું હતું.જેના સમગ્ર સપ્તાહ દરમ્યાન કથાકાર કિરીટ ભાઈ શાસ્ત્રી પિલવાઇ વાળા એ મહા કથા નુ રસપાન કરાવ્યું હતું. જેના પૂર્ણાહુતિ કાર્યક્રમ મા કેબિનેટ મંત્રી ઋષિકેશ ભાઈ પટેલ હાજરી આપી લાભ લીધો હતો. રામબાગ મંદિર ખાતે આવેલ મહાદેવ ના મંદિરે ઉપસ્થિત રહી આર્શીવાદ મેળવ્યા હતા. આ પ્રસંગ મા ધારાસભ્ય સીજે ચાવડા તેમજ પૂર્વ ધારાસભ્ય પી આઇ પટેલ તેમજ ભાજપ પ્રવકતા જયરાજ સિંહ પરમાર ઉદ્યોગ પતિ દુષ્યંત ભાઈ પટેલ રાજકીય અગ્રણી અને પ્રશાસન પણ ઉપસ્થિત રહ્યુ હતુ શ્રાવણ માસ ના પવિત્ર મહિના મા શહેર અને ગ્રામ્ય વિસ્તારો ના લોકોએ શિવ મહાપુરાણ કથા નો ભરપુર લાભ લીધો હતો.




